Home રમત-ગમત Sports ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાનો ૧૫૧માં ધબડકો

ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાનો ૧૫૧માં ધબડકો

39
0

ઈંગ્લેન્ડના ઘાતક બોલિંગ આક્રમણ સામે દક્ષિણ આફ્રિકાની ટીમનો બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૧૫૧ રનમાં ધબડકો થયો હતો. માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ દિવસે પ્રવાસી દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ઈંગ્લિશ પેસ બોલર્સ સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનની સામે આફ્રિકાના ટોચના બેટ્સમેનોએ ઘૂંટણીયા ટેકવી દીધા હતા. લંચ સુધીમાં પાંચ વિકેટે ગુમાવ્યા બાદ આફ્રિકાનો રકાસ આગળ વધતા ૯૨ રનમાં સાત વિકેટ ગુમાવી હતી.

પૂંછડિયા બેટ્સમેન કાગિસો રબાડાએ ૩૬ રન કરી લડત આપી હતી. એનરિચ નોર્ત્જે (૧૦) અને રબાડા વચ્ચે નવમી વિકેટ માટે ૩૫ રનની ભાગીદારી થઈ હતી. માન્ચેસ્ટરમાં ઘરઆંગણે રમતા જેમ્સ એન્ડરસને ૩૨ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ એન્ડરસને પોતાની ૬૬૧ વિકેટનો આંકડો પાર કર્યો હતો. બ્રોડે પણ બોલિંગમાં તેનો સાથ આપ્યો હતો અને ૩૭ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સે બે જ્યારે રોબિન્સન તથા લીચે એક-એક સફળતા મેળવી હતી. ત્રણ ટેસ્ટ મેચ પૈકીની પ્રથમ ટેસ્ટ લોર્ડ્સ ખાતે રમાઈ હતી જેમાં ઈંગ્લેન્ડનો ઈનિંગથી પરાજય થયો હતો.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત-પાકિસ્તાન મેચની ખાસ ટિકિટ વ્યવસ્થા કરાઈ
Next articleઓસ્ટ્રેલિયાનો ક્રિસ લિન BBL અને યુએઈ ટી૨૦ લીગ બન્નેમાં રમશે