શહેરના અતિવ્યસ્ત એવા વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર બપોરે બનેલી ઘટનાએ ચકચાર જગાવી મુકી છે. પ્લેટફોર્મ પર સૌ કોઇ ટ્રેનની રાહ જાેઇને ઉભા હતા ,ત્યારે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેન પસાર પસાર થઇ રહી હતી. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવી કે એક આધેડ સામાન્ય મુસાફરની જેમ ટ્રેન નજીક આવ્યો અને ધસમસતી ટ્રેન આગળ કૂદી ગયો. જેથી ટ્રેન તેના પરથી પસાર થઇ ગઇ હતી અને તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ઘટનાને પગલે સ્ટેશન પર હાજર મુસાફરોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બીજી બાજુ આ બનાવની જાણ રેલવે પોલીસને થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશનો કબજાે લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. તે સાથે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. જાેકે, આજે મોડી રાત સુધી પોલીસ તંત્રને આ મૃતક ક્યાંનો રહેવાસી હતો, તે અંગેની કોઈ માહિતી મળી નથી. સાંજે બનેલા આપઘાતના આ બનાવે રેલવે સ્ટેશનમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. મૃતકની ઓળખ બાદ અન્ય વિગતો બહાર આવશે.વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર-૧ પરથી પસાર થતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આગળ કૂદીને એક આધેડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી. વિચલિત કરી દેતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.