અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટર રાજુભાઇ પટેલ સાંજે ૫ઃ૪૫ ના અરસામાં ડીસીબી બેંકમાંથી ૯ લાખ રૂપિયા ઉપાડી પોતાની કાર લઈને સિલ્વર પ્લાઝા ખાતે આવેલા અંબા હરગોવિંદ આંગણીયા પેઢીમાં ભરવા ગયા હતાં.પરંતુ આ આંગણીયા પેઢી બંધ હોવાથી તેઓ ત્યાંથી મહાવીર ટર્નિંગ થઇ રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતાં.આ અરસામાં રસ્તામાં જીતાલી જકાતનાકા પાસે બે મોટર સાઈકલ લઈને તેમનો પીછો કરીને આવેલા જાણ ભેદુ ત્રણ ઈસમોએ કાર ચાલકને આંતરીને તમે એક્સિડન્ટ કર્યો હોવાનું જણાવીને કાર ઉભી રખાવી કારમાં મકેલી રૂ.૯ લાખ ૧૧ હજાર રૂપિયાની ચીલ ઝડપ કરીને રફુચક્કર થઈ ગયા હતા. આ અંગે ટ્રાન્સપોર્ટર રાજુ પટેલે બનાવની જાણ પોલીસ મથકે કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો.પોલીસે ફરીયાદીની ફરિયાદ નોંધીને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાઈક સવાર ગઠીયાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.જાેકે આ ગઠીયાઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં તેઓ શહેર માર્ગો પર બાઈક લઈને આંટા ફેરા ફરતાં નજરે પડી રહ્યા છે.અંકલેશ્વર શહેરમાં બુધવારના સાંજના મહાવીર ટર્નિંગ પાસે ત્રણ અજાણ્યા બાઈક સવારે કાર ચાલકનો પીછો કરીને તમે અકસ્માત સર્જ્યો હોવાનું જણાવી વાતોમાં ફસાવી કારની અંદર મુકેલા અંદાજીત રૂ. ૯ લાખ ૧૧ હજારની ભરેલી બેગની ચીલ ઝડપ કરીને ગઠીયાઓ ફરાર થઈ ગયા હતાં. ત્યાર બાદ અંકલેશ્વર પંથકમાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. જાેકે આ ગઠીયાઓના સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.