દિલ્હીમાં કોરોના રસી નહીં લગાવવાના કારણે એક શિક્ષકની મુશ્કેલીઓ એટલી બધી વધી ગઈ કે તેમને કોર્ટમાં જવું પડ્યું. આ મામલે સરકારી નિયમોની લાચારી કહીએ કે પછી કઈ બીજુ કારણ કે શિક્ષકને હજુ સુધી રાહત મળી શકી નથી. હકીકતમાં કોરોનાની રસી ન લગાવવાના કારણે એક પ્રાઈવેટ સ્કૂલના ટીચરને શાળાએ શિક્ષણ વિભાગના આદેશનો હવાલો આપતા પગાર વગર ઘરે બેસાડી દીધા છે. જ્યારે સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે કે રસી લગાવવી ફરજિયાત નથી. પરંતુ સરકારની નિયમ લોકો સાથે કેવા ભેદભાવ કરે છે તે આ મામલો દર્શાવે છે. ભારતમાં આજે લગભગ ૯૦ ટકા વયસ્ક લોકો કોરોના રીસના બે ડોઝ લગાવી ચૂક્યા છે. આજે પણ લાખો લોકો રોજેરોજ કોરોના રસી મૂકાવી રહ્યા છે. આ બધા વચ્ચે એવા અનેક લોકો ચે જેમણે હજુ સુધી કોરોના રસીનો એક પણ ડોઝ લીધો નથી. જ્યારે કેટલાક લોકો એવા પણ છે જે કોરોના રસી મૂકાવવા માટે ફીટ નથી. આમ છતાં કેટલાક નિયમ વેક્સીનેટેડ અને અનવેક્સીનેટેડ લોકો વચ્ચે પણ ભેદભાવ કરી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં રહેતા રહેનારા ૫૭ વર્ષના કેમિસ્ટ્રી ટીચર ડો.આર એસ ભાગર્વે સાડા ૪ વર્ષ પહેલા કેન્સર જેવી ખતરનાક બીમારીને માત આપી હતી. પરંતુ જે બીમારીને ડો.ભાર્ગવ આજ સુધી માત નથી આપી શક્યા તે છે છહખ્ર્તૈ ૈંદ્બદ્બેર્હહ્વઙ્મટ્ઠજંૈષ્ઠ ્ઝ્રીઙ્મઙ્મ ન્અદ્બॅર્રદ્બટ્ઠ (છઝ્ર્ન્). આ બીમારીથી સંક્રમિત વ્યક્તિને કોઈ પણ દવાના રિએક્શન કે તેનાથી એલર્જીનું જાેખમ રહે છે. આજથી લગભગ ૫ વર્ષ પહેલા ડો.ભાર્ગવે એક એન્ટી એલર્જિક દવા ડોક્ટરની સલાહ પર ખાધી હતી પરંતુ આ દવાએ તેમને અસર કરવાની જગ્યાએ તેમને હોસ્પિટલ પહોંચાડી દીધા. જ્યારે ડોક્ટર ભાર્ગવ દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા તો તેમને ખબર પડી કે તેમને તો છઝ્ર્ન્ બીમારી છે જેમાં તેમને કોઈ પણ દવા રિએક્શન કરી શકે છે અને તેમાં તેમનો જીવ પણ જઈ શકે છે. આજે પણ ડો.ભાર્ગવ છઝ્ર્ન્ નો શિકાર છે અને હવે તે આખી જિંદગી તેમની સાથે રહેશે. પરંતુ આ સમયે ડો.આર એસ ભાર્ગવની પરેશાની છઝ્ર્ન્ નથી પરંતુ તેમની પરેશાની સરકારી નિયમ છે. ડો. આર એસ ભાર્ગવના જણાવ્યાં મુજબ છઝ્ર્ન્ ના કારણે ડોક્ટરોએ તેમને રસી ન લેવાની સલાહ આપી છે. કારણ કે તેનાથી રિએક્શનનું જાેખમ છે. તેમણે રસી લીધી નથી જેના કારણે જે શાળામાં તેઓ ૨૭ વર્ષથી ભણાવી રહ્યા છે તેણે દિલ્હી સરકારના આદેશનો હવાલો આપતા તેમને શાળામાં આવવાની ના પાડી દીધી છે. વર્ષ ૨૦૨૧માં શાળાઓ ખોલતી વખતે દિલ્હી સરકારે પ્રાઈવેટ શાળાઓને એક આદેશ આપ્યો હતો કે જાે શાળાનો કોઈ કર્મચારી રસીના બંને ડોઝ ન લે તો તેને પગાર વગર રજા પર ઉતારી દેવો. આ આદેશનો હવાલો આપતા દિલ્હીના આરકે પુરમ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલે નવેમ્બર ૨૦૨૧માં ડો.આર એસ ભાર્ગવને પગાર વગર રજા પર ઉતારી દીધા. હવે ડો. ભાર્ગવ સામે સૌથી મોટો પડકાર એ છે કે બીમારીના કારણે રસી લગાવી શકશે નહીં અને રસી મૂકાવ્યા વગર શાળા દિલ્હી સરકારના આદેશના કારણે તેમને શાળાએ આવવા દેશે નહીં કે પૂરો પગાર પણ નહીં આપે. ડો. ભાર્ગવના જણાવ્યાં મુજબ તેમના કેસમાં નવો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે ગત વર્ષ ઓક્ટોબરમાં દિલ્હી સરકારના શિક્ષણ વિભાગે તેમને ડોક્ટરોના સર્ટિફિકેટ અને તેમની બીમારીના આધારે રસીમાંથી છૂટ આપી હતી પરંતુ આ રાહત ફક્ત ૪૮ કલાકની હતી અને શિક્ષણ વિભાગે પોતાના દ્વારા અપાયેલી આ રાહત કોઈ પણ કારણ જણાવ્યાં વગર પાછી લઈ લીધી. હાલ ડો. ભાર્ગવે ફેબ્રુઆરી ૨૦૨૨માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે અને કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. આ વર્ષ મે મહિનામાં સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી દરમિયાન આદેશ આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિને રસી લગાવવા માટે ફોર્સ કરી શકાય નહીં. દિલ્હી હાઈકોર્ટમાં ડો.આરએસ ભાર્ગવનો કેસ લડી રહેલા તિષમ્પતિ સેનના જણાવ્યાં મુજબ સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર બંનેએ રાજ્ય સરકારને કોરોના મામલે નિયમો બનાવવાની છૂટ આપી રાખી છે જે કારણ અનેક રાજ્ય સરકારોએ રસી લગાવવી કાયદેસર રીતે ફરજિયાત ન હોવા છતાં સરકારી આદેશોમાં રસી ન લેનારાઓને કેટલીક જગ્યાઓ પર પ્રતિબંધિત કર્યા છે. આવામાં જાે કોઈ વ્યક્તિ રસી લગાવવા માટે કાયદાકીય રીતે બાધ્ય ન હોય તો તેના પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવો કાયદાકીય રીતે ખોટો છે અને તેના અધિકારો વિરુદ્ધ છે. આ સમગ્ર મામલે જ્યારે ઝી મીડિયાએ દિલ્હીના આરકે પુરમ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ પદ્મા શ્રીનિવાસ સાથે વાત કરવાની કોશિશ કરી અને તેમની પાસે જવાબ માંગ્યો તો તેમણે મામલો કોર્ટમાં હોવાનો હવાલો આપીને કોઈ પણ પ્રકારનો જવાબ આપવાની ના પાડી દીધી. આ સાથે દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ પાસે મેઈલ દ્વારા અમારી ટીમે જવાબ માંગ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ જવાબ દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મળ્યો નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.