Home ગુજરાત સુરતમાં શ્રમિક પોતાના રૂમમાં સૂતો હતો ત્યારે મોબાઈલ ચોરાયો

સુરતમાં શ્રમિક પોતાના રૂમમાં સૂતો હતો ત્યારે મોબાઈલ ચોરાયો

42
0

સુરતના સચિન જીઆઇડીસી પોલીસ મથકના ઉન વિસ્તારમા આવેલા તિરુપતિ નગરમાં રૂમ નંબર ૫૧માં રહેતા અને મજૂરી કામ કરતા સાહિલ કાશીદ શાહ પોતાની રૂમમાં સૂતો હતો. એ દરમિયાન એક ચોર આવ્યો હતો, અને શેરીમાં રેકી કર્યા બાદ તેણે રૂમનો દરવાજાે ખુલેલો જાેઈ બારીમાંથી સાહિલનો ૧૨૦૦૦ની કિંમતનો રેડએમઆઈ નોટ ૧૦ ફોનની ચોરી કરી નાસી ગયો હતો. સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં અવારનવાર મોબાઈલ સહિતની ચોરીઓ સામે આવી રહી છે. ત્યારે સવારના સમયે થયેલી ચોરીને લઈને પોલીસ પેટ્રોલીંગ પર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ કહ્યું કે, તસ્કરોને જાણે પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય તે રીતે ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ઘણી વખત તો પોલીસ માત્ર અરજીઓ લઈને ગુનો પણ દાખલ કરતી નથી. જેથી ૧૦ કરોને મોકળુ મેદાન મળી રહ્યું છે.સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રૂમમાં સૂતેલા શ્રમિકના મોબાઇલની ચોરી થઈ હતી. શ્રમિક જ્યારે પોતાની રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે રૂમની બારી ખુલ્લી હતી જેનો લાભ લઈને તસ્કર દ્વારા મોબાઈલ ની ચોરી કરવામાં આવી હતી આ ઘટના સીસીટીવી માં કેદ થઈ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field