Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરના રાંધેજાની પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ગાંધીનગરના રાંધેજાની પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

68
0

ગાંધીનગરના રાંધેજાની ૨૩ વર્ષીય પરિણીતા ને સસરા સાથે આડા સંબંધો હોવાનો વહેમ રાખીને સાસુ અને પતિ શારીરિક માનસિક ત્રાસ આપતાં રહેતા હતા. જેનાં પગલે પરિણીતાએ ગળાફાંસો ખાઈને મોતની ચાદર ઓઢી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગોઝારીયા ખાતે રહેતાં શૈલેષભાઈ અંબાલાલ પટેલ ગોઝારીયા ગામમાં ટાવર ચોકમા ઉમિયા માતાજીના મંદીર સામે ઉમિયા સાયકલ સ્ટોર્સ પર બેસી સાયકલ રીપેરીંગનો ધંધો કરે છે જેમની એકની એક દીકરી હેતલના લગ્ન આજથી સાતેક માસ પહેલા ગાંધીનગરના રાંધેજા મુકામે રહેતા બળદેવભાઇ કાન્તીભાઇ પટેલના પુત્ર ધ્રુમિલ સાથે જ્ઞાતિના રિતી-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. લગ્નબાદ એકાદ માસ જેટલો સમય હેતલનુ લગ્નજીવન બરાબર ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ હેતલ સાત માસમાં ત્રણેક વખત પિયરમાં ગઈ હતી. ત્યારે તેણીએ તેના સાસુ વિમળાબેન સસરા બળદેવભાઇ સાથે લફરું હોવાની શંકા રાખીને મહેણાં ટોણાં મારી કામ બાબતે વાંધા વચકા કાઢી ત્રાસ આપતા હોવાનો ફરિયાદ પિયરમાં કરી હતી. જ્યારે કામમાં વહેલું મોડું થાય તો પણ સાસુ સસરા માથાકૂટ કરતાં રહેતા હતા. વધુમાં હેતલે પિયરમાં એવી પણ ફરિયાદ કરી હતી કે પતિ ધ્રુમીલ પણ તેના જ પિતા એટલે સસરા બળદેવભાઈ સાથે લફરું હોવાનું માનીને ટૉર્ચર કર્યા કરતો હતો. તો બીજી તરફ નણંદ રોશની કામકાજ બાબતે પણ હેરાન પરેશાન કરતી હોવાની પણ પિયરમાં ફરિયાદ કરીને અઘટિત પગલું ભરી લેવાની પણ વાત કરતી હતી. જાે કે લગ્નને સાત મહિનાઓ જ સમય થયો હોવાથી તેના પિતા બધું સરખું થઈ જશે કહીને સાસરીમાં પરત મોકલી આપતા હતા. એ સમયે પણ હેતલ તેના પિતાને ફોન ઉપર સાસરિયાંનો ત્રાસ વધતો જતો હોવાની ફરિયાદ કર્યા કરતી હતી. ત્યારે રાત્રીના આશરે શૈલેષભાઈને તેમના મોટાભાઈ પંકજભાઇએ ફોન કરીને કહેલું કે જમાઇ રાજેન્દ્રકુમારે સમાચાર આપેલ છે કે હેતલ બિમાર છે તેની ખબર કાઢવા રાંધેજા જવાનુ છે. આથી શૈલેષભાઈ તેમના પત્નિ હેમલતાબેન અને પંકજભાઇ એમ ત્રણેય રાંધેજા જવા નિકળ્યા હતા. ત્યારે પંકજભાઈને કલોલવાળા જમાઇનો ફોન આવેલ કે હેતલે સાસરીમાં ગળાફાંસો ખાઈ લીધો છે. જેથી બધા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં હેતલને મોતની ચાદર ઓઢેલી જાેઈને બધાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પેથાપુર પોલીસ પણ સિવિલ દોડી ગઈ હતી. અને લાશનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પીએસઆઇ એમ એસ રાણાએ જણાવ્યું હતું કે, મૃતકનો પતિ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ત્યાં રહેતો હતો. પરિણીતાને તેના સસરા સાથે લફરું હોવાનો વહેમ રાખીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી આક્ષેપ મૃતકના પિતાએ કર્યો છે. જેનાં પગલે પતિ, સાસુ સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ગાંધીનગરના રાંધેજાની ૨૩ વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈને સાત મહિનાના લગ્ન જીવનનો અંત લાવી દેવામાં આવ્યો છે. લગ્નના એકાદ મહિના પછી સસરા સાથે લફરું હોવાનો વહેમ રાખી પતિ અને સાસુ મહેણાંટોણાં મારીને ત્રાસ આપતાં સાસરિયાંના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને દીકરીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરીને મૃતકના પિતાએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર એલસીબીએ કોલવડામાં દિલીપસિંહ વાઘેલાની હત્યાનો ભેદ ઉકેલ્યો
Next articleનવસારીની ડો.રઝીના કાઝીએ લદ્દાખ પાસે આવેલ માઉન્ટ યુનમ શિખર સર કર્યું