Home ગુજરાત વડોદરાની સાંકરદા એસ્ટેટના ગોડાઉનમાંથી ડ્રગ્સનું રો-મટીરીયલ ઝડપાયું

વડોદરાની સાંકરદા એસ્ટેટના ગોડાઉનમાંથી ડ્રગ્સનું રો-મટીરીયલ ઝડપાયું

48
0

ગુજરાતમાં જાણે ડ્રગ્સનું હબ બન્યું હોય તેમ રોજબરોજ ક્યાંકને ક્યાંક ડ્રગ્સ ઝડપાય છે ત્યારે વડોદરા નજીક મોકસીની નેક્ટર કેમ કંપનીમાંથી ૧૧૨૫ કરોડનું એમડી ડ્રગ્સ કબજે કરવાના બનાવમાં ઝડપાયેલા આરોપી પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને સાથે રાખી એટીએસએ સાંકરદા એસ્ટેટના ગોડાઉન પર છાપો માર્યો હતો અને ત્યાંથી એમડી ડ્રગ્સ બનવામાં વપરાતું ૧૨ હજાર લીટર રો-મટીરીયલ ઝડપી પાડ્યું હતું. તપાસમાં સાંકરદાના આ ગોડાઉનમાં જ ડ્રગ્સને આખરી ઓપ અપાતો હોવાનું સપાટી પર આવતાં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. પિયુષ પટેલે પોતાના ગોરખધંધાને છુપાવવા માટે ગોડાઉન ભાડે રાખ્યા બાદ લોકોની આંખમાં ધૂળ નાખવા મીઠાઈ બનાવવાની આડ લીધી હતી અને પ્લેટો અને પાવડર પણ રાખી મૂકયા હતા. એટીએસના સૂત્રો અનુસાર પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને લઈ ટીમ સાંકરદા ખાતે સ્વસ્તીક સીરામીક એસ્ટેટમાં પ્લોટ નં-૧૩, શેડનં-૨ના ગોડાઉનમાં દરોડો પાડી ૨૦૦ લીટરના ૬૦ બેરલમાં ૧૨૦૦૦ લીટર કેમિકલ જપ્ત કર્યું હતું. પિયુષે ૨૦૧૬માં વડોદરાના મનોજ જગદીશ પટેલ પાસેથી કેમિકલ પ્રોસેસ કરવાનું કહીને ગોડાઉન ભાડે રાખ્યું હતું. એસીટોન સહિત પાંચથી છ કેમિકલનો જથ્થો મળ્યો છે. જાેકે, એકેયમાં ડ્રગ્સના અંશ નથી. પણ તેનાથી ડ્રગ્સ બનાવી શકાય અથવા પ્રોસેસમાં મદદ મળે તે ઇરાદે જથ્થો રખાયો હોવાનું અનુમાન છે. તાજેતરમાં એટીએસએ વડોદરાના મોક્સીની કંપનીમાં દરોડો પાડીને ૧૧૨૫ કરોડનું ૨૨૫ કિલો એમડી ડ્રગ્સ પકડ્યું હતું. જેમાં કંપની સંચાલક સહિત ૬ આરોપીને ૯ દિવસના રિમાન્ડ અપાયા હતા. તપાસમાં રો મટીરીયલ સાકરદા ખાતે જીઆઈડીસીના ગોડાઉનમાં હોવાની માહિતી મળતા પોલીસે તપાસ કરી હતી. એટીએસ અને વડોદરા એસઓજીએ સાંકરદાના ગોડાઉનમાં દરોડા પાડતાં જાણવા મળ્યું હતું કે, આસપાસના લોકોને કોઈ જ ખબર ન હતી કે, ગોડાઉમમાં શું ચાલી રહ્યું હતું અને શું બની રહ્યું હતું. ગુજરાત એટીએસની ટીમે વડોદરા એસઓજીની ટીમની પણ મદદ લીધી હતી, જેથી વડોદરા એસઓજી ટીમના સભ્યો પણ દરોડામાં જાેડાયા હતા. વડોદરા એસઓજી દ્વારા એફએસએલની વ્યવસ્થા કરવામાં આવી હતી. એફએસએલની ટીમે સેમ્પલ લીધા હતા, જેનો રિપોર્ટ બે દિવસમાં આવવાની સંભાવના છે. ‘ગોદામમાંથી જે જથ્થો મળી આવ્યો છે તેમાં એસીટોન કેમિકલનો જથ્થો એક હજાર લીટર કરતાં વધુ છે. લિક્વિડ ફોર્મમાં બનેલું એમડી ડ્રગ્સ સુકવવામાં આ કેમિકલનો ઉપયોગ થાય છે, જે પ્રક્રિયામાં અંદાજે બેથી ત્રણ કલાકનો સમય લાગે છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૧૪મીએ ગૃહમંત્રી અમિત શાહ સુરત આવશે
Next articleમોરબીના વેપારીના બંધ મકાનમાંથી ચોરો આશરે ૩ લાખની મત્તાની ચોરી કરી ફરાર