Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી મનીષ સિસોદિયાએ ટિ્‌વટ કરી બીજેપી પર મોટો આરોપ લગાવ્યો

મનીષ સિસોદિયાએ ટિ્‌વટ કરી બીજેપી પર મોટો આરોપ લગાવ્યો

56
0

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ કહ્યું કે તેમને ભાજપ તરફથી ઓફર મળી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમએ દાવો કર્યો છે કે ભાજપે તેમને આમ આદમી પાર્ટીને તોડવા બદલ સીબીઆઈ અને ઈડીના તમામ કેસ બંધ કરવા માટે ઓફર આપી છે. મનિષ સિસોદિયાએ આજે સવારે એક ટ્‌વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે લખ્યું કે ‘મારી પાસે ભાજપનો સંદેશ આવ્યો છે આપ તોડીને ભાજપમાં આવી જાઓ, તમામ ઝ્રમ્ૈં ઈડ્ઢ ના કેસ બંધ કરાવી દઈશું.’ પછી તેમણે લખ્યું છે કે ‘મારો ભાજપને જવાબ- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવી દઈશ પરંતુ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝૂકીશ નહીં. મારા વિરુદ્ધ તમામ કેસ ખોટા છે. જે કરવું હોય તે કરી લો. આ બધા વચ્ચે ભાજપના નેતા કપિલ મિશ્રાએ મનિષ સિસોદિયાને જવાબ આપતા ટ્‌વીટ કરીને કહ્યું કે ‘જિંદગીભર ઔરંગઝેબની ઈબાદત કરી અને ચોરી તથા લાંચમાં જેલ જવાનો સમય આવ્યો તો મહારાણા પ્રતાપ યાદ આવી ગયા. કેસ માફ કરાવવા અને ભાજપમાં આવવા માટે તમે કેટલા પાપડ વણ્યા છે તે મીડિયા અને પોલિટિકલ સર્કલમાં બધાને ખબર છે. પકડાઈ જાય ત્યારે દરેક ભ્રષ્ટ, ચોર, લાંચખોર આવી જ રીતે કરગરે છે.’ ભારતીય જનતા પાર્ટીએ સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ ગભરાયેલા છે કારણ કે કૌભાંડના મૂળિયા તેમના દરવાજા સુધી જાય છે. બીજી બાજુ કોંગ્રેસે પણ મનિષ સિસોદિયાના રાજીનામાની માંગણી કરતા કહ્યું કે આ મુદ્દો આબકારી નીતિનો છે અને આપે શિક્ષણ નીતિની ચર્ચાની આડમાં તેને ‘છૂપાવવા’નો પ્રયત્ન રોકવો જાેઈએ.
GNS News

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીને ભારત સાથેના સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે ઃ વિદેશમંત્રી જયશંકર
Next articleક્લિનીકમાં ઘૂસી મિઝોરમના સીએમની પુત્રીએ ડોક્ટરને મુક્કો માર્યો