Home Uncategorized ચીને ભારત સાથેના સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે ઃ વિદેશમંત્રી જયશંકર

ચીને ભારત સાથેના સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે ઃ વિદેશમંત્રી જયશંકર

52
0

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ચીને ભારત સાથેના સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી રહી છે. તેમણે કહ્યું કે કાયમી સંબંધો એકતરફી ન હોઈ શકે અને તેમાં પરસ્પર સન્માન હોવું જાેઈએ. એકંદરે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાના ઉદ્દેશ્યથી દક્ષિણ અમેરિકાની છ દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં જયશંકરે શનિવારે અહીં ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ભારત-ચીન સંબંધો પર એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે ૧૯૯૦ના દાયકાથી સમજૂતીઓ કરેલી છે. તેમણે તે પ્રશ્નના જવાબમાં કહ્યું હતુ કે, “તેઓએ (ચીની) તેની અવગણના કરી છે. તમે જાણો છો કે થોડા વર્ષો પહેલા ગલવાન ખીણમાં શું થયું હતું. તે સમસ્યા ઉકેલાઈ નથી અને તે સ્પષ્ટપણે સંબંધો પર અસર કરી રહી છે. પૂર્વી લદ્દાખમાં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે લાંબા સમયથી અથડામણ ચાલી રહી છે. પેંગોંગ લેક વિસ્તારોમાં હિંસક અથડામણને પગલે ૫ મે, ૨૦૨૦ ના રોજ સર્જાયેલી મડાગાંઠને ઉકેલવા માટે બંને પક્ષોએ અત્યાર સુધીમાં કોર્પ્સ કમાન્ડર-સ્તરની વાટાઘાટાના ૧૬ રાઉન્ડ યોજ્યા છે. ૨૦૦૯થી ૨૦૧૩ સુધી ચીનમાં ભારતના રાજદૂત રહેલા જયશંકરે કહ્યું કે સંબંધ એકતરફી હોઈ શકે નહીં અને તેને જાળવી રાખવા માટે પરસ્પર સન્માન હોવું જાેઈએ. જયશંકરે કહ્યું, “તેઓ અમારા પડોશી છે અને દરેક વ્યક્તિ પોતાના પાડોશી સાથે મિત્રતામાં રહેવા માંગે છે. મારે તમારો આદર કરવો જાેઈએ અને તમારે મારો આદર કરવો જાેઈએ.” તેમણે કહ્યું, “અમારો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ છે કે જાે તમે વધુ સારા સંબંધ રાખવા માંગતા હોવ તો એકબીજા માટે સન્માન હોવું જાેઈએ. દરેકની પોતાની રુચિઓ હશે અને આપણે એકબીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂરત છે.” જયશંકરે કહ્યું- આપણે પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતાની જરૂરત છે. તે ઉપરાંત ગયા અઠવાડિયે બેંગકોકમાં જયશંકરે કહ્યું હતું કે સરહદ પર ચીને જે કર્યું છે તે પછી ભારત અને તેના સંબંધો ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જાે બંને પાડોશી દેશો હાથ મિલાવશે નહીં તો એશિયાની સદી (સમય) આવશે નહીં. જયશંકરે બેંગકોકની પ્રતિષ્ઠિત ચુલાલોંગકોર્ન યુનિવર્સિટીમાં ‘ઇન્ડિયન વ્યૂ ઓફ ધ ઈન્ડો-પેસિફિક’ વિષય પર પ્રવચન આપ્યા બાદ કેટલાક પ્રશ્નોના જવાબ આપતાં આ વાત કહી હતી. બ્રાઝિલ ઉપરાંત જયશંકર પેરાગ્વે અને આર્જેન્ટીનાની મુલાકાત લેશે અને વિદેશ મંત્રી તરીકે દક્ષિણ અમેરિકન ક્ષેત્રની આ તેમની પ્રથમ મુલાકાત છે. વિદેશ મંત્રાલય (સ્ઈછ) એ કહ્યું કે આ મુલાકાતનો હેતુ મહામારી પછીના યુગમાં સહકારના નવા ક્ષેત્રોની શોધ કરવાનો છે.
GNS News

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતુર્કીમાં બેકાબુ બસથી ટક્કરથી ૩૫થી વધુ લોકોના મોત
Next articleમનીષ સિસોદિયાએ ટિ્‌વટ કરી બીજેપી પર મોટો આરોપ લગાવ્યો