Home Uncategorized તુર્કીમાં બેકાબુ બસથી ટક્કરથી ૩૫થી વધુ લોકોના મોત

તુર્કીમાં બેકાબુ બસથી ટક્કરથી ૩૫થી વધુ લોકોના મોત

37
0

રોડ દુર્ઘટનામાં જ્યારે લોકો ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે તેમની મદદ માટે એમ્બ્યુલન્સ આવે છે અને ઘાયલોને હોસ્પિટલ સુધી પહોંચાડીને તેમનો જીવ બચાવવાનું કામ કરે છે. તુર્કીમાં કાર એક્સિડન્ટ થયો હતો. આ કારણોસર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એક બેકાબૂ બસ આવી તથા અનેક લોકોને કચડી નાંખ્યા હતા. આ દુર્ઘટનામાં અંદાજે ત્રણ ડઝન લોકોના જીવ ગયા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર દક્ષિણી તુર્કીથી અંદાજે ૨૫૦ કિલોમીટર દૂર આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ૩૫ થી વધુ લોકોના મોત થયા છે. ગાજિયાંટેપ (ય્ટ્ઠડૈટ્ઠહંીॅ)ના દક્ષિણ પૂર્વીય પ્રાંતના ક્ષેત્રીય ગવર્નર દાવુત ગુલે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ૧૬થી વધુ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. જેમાં ઈમરજન્સી ઓફિસર અને પત્રકાર તથા અન્ય લોકો સામેલ હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તુર્કીના આરોગ્યમંત્રી ફહાર્ટિન કોકાએ બાદમાં જણાવ્યું હતું કે, માર્ડિન દુર્ઘટનામાં ૧૬ લોકોના મૃત્યુ થયા છે અને ૨૯ લોકો ઘાયલ થઈ ગયા છે, જેમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. અલ જજીરા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૩૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગાજિયાંટેપના પૂર્વમાં રસ્તા પર દુર્ઘટનાસ્થળે ગવર્નર દાવુત ગુલ હાજર હતા. તેમણે જણાવ્યું કે, સવારે ૧૦ઃ૪૫ વાગ્યે એક ટ્રાવેલ બસનો એક્સિડન્ટ થયો છે. જ્યાં ફાયર બ્રિગેડ, ચિકિત્સા દળ તથા અન્ય લોકો દુર્ઘટનાસ્થળે લોકોની મદદ કરી રહ્યા હતા. તે સમયે એક બસ ફુલ સ્પીડમાં આવી રહી હતી અને તે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. તેમણે જણાવ્યું કે, આ બેકાબૂ બસે ઘટનાસ્થળ પર જે લોકો હાજર હતા તેમને કચડી નાંખ્યા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. દુર્ઘટનાસ્થળ પરથી જાણવા મળે છે કે, લોકો ઘાયલને બચાવવા માટે ખૂબ જ કોશિશ કરી રહ્યા હતા. આ ઘટનાને ઈન્ટરનેટ પર લોકો નરસંહાર સાથે સરખાવી રહ્યા છે. તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયલૂએ આ નિવેદન ફેસબુક પેજ પર આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આ નુકસાનથી અમે ખૂબ જ દુઃખી છીએ.
GNS News

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને માથે ધરપકડની તલવાર…
Next articleચીને ભારત સાથેના સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે ઃ વિદેશમંત્રી જયશંકર