રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૮.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૪૬.૧૫ સામે ૫૯૩૬૧.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૭૦૫.૧૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૯૭.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૨.૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૭૭૩.૮૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૫૯.૫૦ સામે ૧૭૬૮૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૭૧.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૮.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૦.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૪૯૯.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ઓગસ્ટ મહિનામાં ભારત અને વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલી તેજી સાથે એવું લાગી રહ્યું હતું કે હવે બજાર ફરી ઉંચાઈના નવા વિક્રમ બનાવશે ત્યારે વ્યાજ દર હજુ પણ વધશે એવી ચિંતાઓ વચ્ચે બે દિવસમાં શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ચીનમાં મંદીના ભણકારા અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વ્યાજદર વધારાના મારને કારણે ટેક્નિકલ મંદીમાં પ્રવેશને કારણે ફરી ભારત સહિતના શેરબજારમાં આજે બ્લેક મનડે જોવા મળ્યો છે. વ્યાજદરમાં વૈશ્વિક સેન્ટ્રલ બેંકો ઝડપી વ્યાજદર વધારો કરશે તેવી આશંકાને પગલે આજે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સતત બે દિવસમાં કડાકા સાથે ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજીત રૂ.૬.૪૭ લાખ કરોડ ઘટી ગઈ છે. ગુરુવારે જ ભારતીય બજારમાં રૂ.૨૮૦ લાખ કરોડની રોકાણકાર સંપત્તિનો વિક્રમ બન્યો હતો.
અમેરીકન ફેડરલ રિઝર્વની બેઠક તા.૨૧ સપ્ટેમ્બરના રોજ છે ત્યારે સ્થાનિક મોંઘવારી આંશિક ઘટી હોવા છતાં ચાર દાયકાની સૌથી ઉંચી સપાટીએ છે એટલે વ્યાજના દર ચોક્કસ ૦.૫૦%થી ૦.૭૫% વધશે એવી આશા રાખવામાં આવી રહી છે. ભારતમાં પણ રિઝર્વ બેંકે મોંઘવારી મુશ્કેલી સર્જી શકે એમ છે અને વ્યાજના દર વધશે એવો સંકેત આપ્યો હોવાથી વ્યાજના દર વધવાથી જે કંપનીઓની કમાણીને અસર પહોંચે એ શેરોમાં ભારે વેચવાલી જોવા મળતા ભારતીય શેરબજાર સતત બીજા દિવસે નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, ઓટો, હેલ્થકેર, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૯૬ અને વધનારની સંખ્યા ૧૨૪૬ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતની બૃહદ અસ્થિરતાનો કપરો સમયગાળો કદાચ પૂરો થઈ ગયો છે અને ફુગાવો તથા વેપાર ખાધમાં તબક્કાવાર ઘટાડો થશે એમ મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટમાં જણાવાયું છે. કોમોડિટીના વૈશ્વિક ભાવ ગયા મહિને મોટેભાગે સ્થિર રહ્યા હતા. જો કે ક્રુડ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, એમ મોર્ગન સ્ટેન્લી ખાતેના તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. બૃહદ્ અસ્થિરતાનો કપરો સમય સમાપ્ત થઈ ગયાનું અમે માનીએ છીએ. જો કે ફુગાવા અને ભારતની વેપાર ખાધમાં તબક્કાવાર ઘટાડો થશે. કોમોડિટી, ખાધાખોરાકી તથા મેટલના વૈશ્વિક ભાવ સૂચવતા ઈન્ડેકસો ઓગસ્ટમાં સ્થિર થયા છે અને તેમની ટોચેથી ૯થી ૨૫% ઘટયા છે.
જુલાઈની સરખામણીએ ક્રુડ તેલના ભાવ ૮% ઘટયા છે. ભારતના ફુગાવાની ગણતરીમાં ઈંધણના ભાવનું મોટું વેઈટેજ રહે છે. ઓગસ્ટમાં રૂપિયો પણ પ્રમાણમાં સ્થિર થયો છે. ભારતનો ફુગાવો ઓગસ્ટમાં ૭ થી ૭.૨૦% રહ્યા બાદ સપ્ટેમ્બરમાં તે ઘટી ૭% રહેશે અને ત્યારબાદ તેમાં તબક્કાવાર ઘટાડો થશે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. કોમોડિટીના નીચા ભાવ તથા પેટ્રોલિયમ પ્રોડકટસ પરના ટેકસમાં આંશિક પીછેહઠ વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરશે. તાજેતરની ઊંચી વેપાર ખાધને જોઈને વિશ્લેષકોએ દેશની ચાલુ ખાતાની ખાધ તથા ચૂકવણી સમતુલાના અંદાજોમાં વધારો કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.