Home મનોરંજન - Entertainment અદનાન સામીના જન્મદિને જાણો તેમના વિશે રસપ્રદ વાતો

અદનાન સામીના જન્મદિને જાણો તેમના વિશે રસપ્રદ વાતો

66
0

(જી.એન.એસ),તા.૧૬
મુંબઈ
લોકપ્રિય સિંગર અને મ્યુઝિશિયન અદનાન સામી આજે પોતાનો ૫૦મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. અદનાન ક્યારેક પોતાના કામ તો ક્યારેક અન્ય કારણોને લઈને ચર્ચામાં રહે છે. તેણે ‘તેરા ચહેરા’ અને ‘લિફ્ટ કરા દે’ જેવા તમામ સુપરહિટ ગીત ગાયા છે. જાે કે, અદનાન સામી પોતાની પર્સનલ લાઈફના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. તેની પર્સનલ લાઈફ કોઈ રોલર કોસ્ટર રાઈડથી કમ નથી. અદનાન સામીએ વર્ષ ૧૯૯૩માં જેબા બખ્તિયાર સાથે લગ્ન કર્યા હતા. જેબાથી અદનાનને એક દીકરો પણ છે જેનું નામ તેણે અઝાન સામી ખાન રાખ્યું છે. બંનેનું લગ્નજીવન સારી રીતે પસાર થઈ રહ્યું હતું જ્યારે સિંગરે ૩ વર્ષ પછી સેપ્રેશનની જાહેરાત કરી દીધી. સામી ફરીથી સિંગલ થઈ ગયો પરંતુ ફરીથી ૨૦૦૧માં તેનું નામ દુબઈની અરબ સબા ગલદારીની સાથે જાેડાયું. અદનાન સામી અને સબા, બંનેના આ બીજા લગ્ન હતા. અદનાનની જેમ સબાને પણ પહેલા લગ્નથી એક દીકરો હતો. વધારે સમય નહોતો થયો અને ફરીથી એક વખત અદનાનના જીવનમાં સ્પીડ બ્રેકર આવ્યું અને આ સંબંધ પણ તૂટી ગયો. અદનાન સામીના બીજા લગ્ન માત્ર દોઢ વર્ષ જ ચાલ્યા. બંનેએ છૂટાછેડા લઈ લીધા અને જીવનના સફરમાં અદનાન સામી ફરીથી એક વખત એકલો થઈ ગયો. અદનાનની પર્સનલ લાઈફમાં રસપ્રદ મોડ ત્યારે આવ્યો જ્યારે ૨૦૦૮માં તેણે ફરીથી એક વખત સબા સાથે લગ્ન કરી લીધા જેનાથી તેને છૂટાછેડા લીધા હતા. સબા મુંબઈ આવી, બંને સાથે રહેવા લાગ્યા, ફરીથી લગ્ન થયા, પરંતુ એક વર્ષ પછી બંનેના ફરીથી છૂટાછેડા થઈ ગયા. સબાએ છૂટાછેડાની અરજી કરી હતી અને બંને અલગ થઈ ગયા. વર્ષ ૨૦૧૦માં અદનાન સામીએ રોયા સામી ખાન સાથે નિકાહ કર્યા. રોયા એક રિટાયર્ડ ડિપ્લોમેટ અને આર્મી જનરલની દીકરી હતી. તેની રોયા સાથે પહેલી મુલાકાત ૨૦૧૦માં થઈ હતી અને થોડા સમય પછી અદનાને તેણે પ્રપોઝ કરી. આ લગ્નથી ૧૦ મે ૨૦૧૭માં તેને એક દીકરી થઈ જેનું નામ તેણે મેડિના સામી ખાન રાખ્યું. અદનાન પોતાના વેટ લોસના કારણે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતની અર્થવ્યવસ્થાને થઈ રહ્યું છે નુકસાન ઃ અક્ષયકુમાર
Next articleસર્વ વિદ્યાલય દ્વારા ત્રણેય કેમ્પસોમાં ૧૭૦ ફૂટના ધ્વજદંડ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને નવો ઈતિહાસ સજર્યો