Home મનોરંજન - Entertainment તારક મહેતા ફ્રેમ બબીતાજી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

તારક મહેતા ફ્રેમ બબીતાજી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

41
0

(જી.એન.એસ),તા.૨૬
મુંબઈ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવો શો છે જે દરેક ઘરમાં ઘણો લોકપ્રિય છે, પરંતુ તે સાથે શોના ઘણા એક્ટર્સ પણ પોપ્યુલર છે. તેમાથી એક નામ છે ‘મુનમુન દત્તા’નું, જે આ શોમાં બબીતાની ભૂમિકા નિભાવે છે. શોમાં આમ તો બબીતા જી અય્યરની પત્નીના રોલમાં જાેવા મળતી, પરંતુ અય્યર કરતા વધારે તે જેઠાલાલની સાથે પોતાની કેમેસ્ટ્રીના કારણે વધારે ઓળખાતી. ઉલ્લેખનીય છે કે જેઠાલાલ હંમેશાંથી જ તેની સાથે ફ્લર્ટ કરતો જાેવા મળતો અને બંનેનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવે છે. તેમજ તારક મહેતાના શો સિવાય મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી લોકપ્રિય છે. બબીતાજીની ભૂમિકામાં તમે મુનમુન દત્તાને શોમાં જાેઈ છે, પરંતુ શું તમે જાણો છો કે તારક મહેતા કા શો સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ટીવી ઈન્ડસ્ટ્રીની બબીતાજી ફિલ્મોમાં પણ જાેવા મળી છે. જાણો તે ફિલ્મો વિશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની બબીતાજી ફેમ મુનમુન દત્તા ઘણી ફિલ્મોમાં દેખાય ચૂકી છે, જેમાં વર્ષ ૨૦૦૫માં આવેલી કમલ હાસનની ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’ છે. તે સિવાય મુનમુન દત્તા પૂજા ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હોલિડે ’માં પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૬માં આવી હતી. વર્ષ ૨૦૧૮માં તેણે ફિલ્મ ‘ધ લિટિલ ગોડસે’માં કામ કર્યું હતું. આ બધા સિવાય મુનમુને બે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેનું નામ- ‘મુન ગાંઘી નુહેન’ અને ‘અમર આકાશ મેઘ બ્રિસ્ટી’ છે. મુનમુન દત્તાએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૪માં ‘હમ સબ બારાતી’ શોથી કરી હતી. તેમાં જેઠાલાલ ફેમ દિલીપ જાેશી પણ હતો. જાે કે, મુનમુન વર્ષ ૨૦૦૮થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ બની હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field