(જી.એન.એસ),તા.૨૧
નવીદિલ્હી
ભારતીય રેલવે અનુસાર ટ્રેનમાં યાત્રીકોની સુવિધાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. રેલવે યાત્રીઓએ અ સુવિધાનો સામનો કરવો પડે તો તો તે માટે રેલવેને અનેક પ્રકારે ફરિયાદ કરી શકાય છે. ત્યારે રેલવેને ચલાવવાની જેના પર જવાબદારી હોય છે, તેના માટેની સુવિધાઓનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે? અમે રેલવેના ડ્રાઈવરની વાત કરી રહ્યા છીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે, રેલવેના એન્જિનમાં શૌચાલયની સુવિધા નથી હોતી. જાે આંકડા પર નજર નાંખવામાં આવે તો માત્ર ૯૭ ટ્રેનના એન્જિનમાં શૌચાલયની સુવિધા હોય છે. અનેક રેલવે સ્ટેશનના રનિંગ રૂમમાં પણ મહિલાઓ માટે શૌચાલય હોતા નથી. રનિંગ રૂમ એટલે એક એવી જગ્યા, જ્યાં ડ્રાઈવર, માલગાર્ડ સહિત ચાલક દળ ડ્યુટીના કલાકો બાદ શિફ્ટ દરમિયાન ગૃહ સ્ટેશન સિવાય અન્ય સ્ટેશન પર આરામ કરે છે. અન્ય દેશોની સરખામણીએ બ્રિટન, અમેરિકા અને યૂરોપમાં રેલવે ડ્રાઈવરને દર ચાર કલાકે ૨૦-૨૫ મિનિટનો બ્રેક આપવામાં આવે છે. જ્યાં રેલવે ડ્રાઈવર દર અઠવાડિયે ૪૮ કલાક ડ્યુટી કરે છે. ભારતમાં રેલવે ડ્રાઈવર ૫૪ કલાક કામ કરે છે. ભારતમાં રેલવે ડ્રાઈવરની પરિસ્થિતિ કેવી છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. ટ્રેનના એન્જિનમાં શૌચાલયની કમીના કારણે મહિલા ડ્રાઈવર સેનેટરી નેપકીનનો ઉપયોગ કરે છે, તો કેટલીક મહિલા ડ્રાઈવર પાણી પીવાનું ઓછું કરી દે છે. તો કેટલીક મહિલાઓ પોતાના સપના સાથે સમજૂતી કરીને કાર્યાલયમાં બેસવાનો વિકલ્પ પસંદ કરે છે. રેલવે મહિલા ડ્રાઈવર જણાવે છે કે, આ કારણોસર તેઓ સમજૂતી કરતા શીખી ગયા છે. અસુવિધાઓને કારણે પુરુષોએ પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. મહિલા ડ્રાઈવરોએ માસિકધર્મ દરમિયાન અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટાભાગની મહિલા ડ્રાઈવર શૌચાલય ના હોવાના કારણે રજા લેવાનું વધુ પસંદ કરે છે. મહિલા અને પુરુષોએ બંનેએ શૌચાલયના અભાવની અસુવિધાનો સામનો કરવો પડે છે. મહિલા ડ્રાઈવરના ભાગરૂપે મને આ બાબત ખૂબ જ અપમાનજનક લાગે છે. માસિકધર્મ દરમિયાન મારે રજા લેવી પડે છે. એક અન્ય યુવતીએ જણાવ્યું કે, ટ્રેન ચલાવવા, અંતરિયાળ વિસ્તારોમાં જવા અને પશ્ચિમી ઘાટ રેલવે લાઈન પર પોતાના કૌશલ્યું પ્રદર્શન કરવા, પોતાના સપના પૂર્ણ કરવા માટે ટ્રેન ચાલકની યોગ્યતા પ્રાપ્ત કરી હતી. પાંચ વર્ષની નોકરીમાં મોટા ભાગનો સમય કાર્યાલયમાં બેસીને પસાર કરે છે. તેને હંમેશા મનમાં એવો ભય રહે છે કે, જાે તે ટ્રેનમાં શૌચાલય વગર ટ્રેન ચલાવવાની કોશિશ કરશે તો તેણે અસહજ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, છ વર્ષ પહેલા તત્કાલીન રેલવ મંત્રી સુરેશ પ્રભુએ બાયો ટોયલેટથી સજ્જ થાય તે પહેલા લોકોમોટિવની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં માત્ર ૯૭ એન્જિનમાં જ બાયો ટોયલેટ લગાવવામાં આવ્યા છે. રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૩માં રેલવે બજેટની ઘોષણા અને સતત માગના કારણે ચિત્તરંજન લોકોમોટીવ વર્કર્સ (ઝ્રન્ઉ) દ્વારા બનાવવામાં આવી રહેલ ઈલેક્ટ્રિક એન્જિનમાં વોટર ક્લોસેટ (શૌચાલય) બનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં ૯૭ ઈલેક્ટ્રિક લોકોમાં વોટર ક્લોસેટ લગાવવામાં આવ્યા છે. એક અન્ય રેલવે મહિલા ડ્રાઈવરે નામ જાહેર ન કરવાની શરતે માહિતી આપી છે. તેણે જણાવ્યું કે, સમસ્યાઓ ઓછી નથી. યાર્ડમાં રાહ જાેવી, યાત્રાની તૈયારી કરવી અને પછી ટ્રેનને પ્રતિ કલાક ૪૦ કિલોમીટરની સ્પીડથી પાંચથી સાત કલાક સુધી ચલાવવી મુશ્કેલ છે. જેમાં કોઈપણ સ્થળ પર મહિલાઓ માટે કોઈ સુવિધા નથી. કંઈ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે સેનેટરી પેડનો ઉપયોગ કરું છું. તેમના સહયોગે જણાવ્યું કે, ટ્રેનમાં શૌચાલયની સુવિધા નથી, પરંતુ યાત્રી ટ્રેનની પરિસ્થિતિ તેના કરતા પણ વધુ ખરાબ છે. તેમની પાસે શૌચાલયનો ઉપયોગ કરવા માટે બીજા ડબ્બામાં ચઢવા માટે પર્યાપ્ત સમય હોતો નથી. ઈન્ડિયન રેલવે લોકો રનિંગ મેન્સ ઓર્ગેનાઈઝેશન (ૈંઇન્ઇર્ં)ના પૂર્વ અધ્યક્ષ આલોક વર્માએ આ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (દ્ગૐઇઝ્ર) સાથે સંપર્ક કર્યો છે. તેમણે જણાવ્યું કે, રેલવે તેના ડ્રાઈવર (પુરુષ અને મહિલા)ને તેમના મૂળ અધિકારથી વંચિત કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જે મહિલાઓ ડ્રાઈવર અને સહાયક ડ્રાઈવર તરીકે ભરતી કરવામાં આવે છે, તે કાર્યાલયમાં બેસે છે અથવા શૌચાલયના અભાવને કારણે નાની યાત્રા પર જાય છે. ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએસન (છૈંન્ઇજીછ) ના મહાસચિવ એમ. એન. પ્રસાદે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, એન્જિનમાં શૌચાલય બનાવવાનો સંઘર્ષ હજુ ઘણો લાંબો છે. વધુમાં વધુ મહિલા ડ્રાઈવર માટે કષ્ટદાયી છે, પરંતુ મહિલાઓ વધુ કષ્ટપ્રદ છે. અમે આ અંગે ઘણી કોશિશ કરી રહ્યા છીએ પરંતુ તેનું નિવારણ આવ્યું નથી. તેમણે જણાવ્યું કે, જે સ્ટેશન પર પુરુષો માટે રનિંગ રૂમ છે, તે સ્ટેશન પર મહિલાઓ માટે શૌચાલય નથી. બીજી તરફ રેલવે અધિકારીઓ જણાવે છે કે, મહિલા ડ્રાઈવરોને તેમની સુવિધા અનુસાર ડ્યુટી આપવામાં આવે છે અને તેમની સુવિધાઓ વિશે વિચાર કરવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.