Home દેશ - NATIONAL દેશમાં કોરોનાના એક્ટિવ કેસ સવા લાખને પાર થયો

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ સવા લાખને પાર થયો

45
0

(જી.એન.એસ),તા.૦૯
નવીદિલ્હી
દેશમાં સરખામણીએ કોરોના કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે એટલે કે શુક્રવારના દેશમાં ૧૯,૯૩૦ નવા કેસ નોંધાયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો એક નવો સબ-વેરિયન્ટ મ્છ.૨.૭૫ ની જાણકારી મળી છે. કોરોનાના આ બદલાતા સ્વરૂપે દુનિયાભરના વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારના કોરોના વાયરસ સંક્રમણના ૨,૯૯૪ નવા કેસ સામે આવ્યા અને મહામારીથી સાત દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં ૧૯૧ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં ૧૦૧ નવા સંક્રમિત સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૯,૯૫,૬૭૩ થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા ૧,૪૭,૯૭૧ પર પહોંચી ગઈ છે. મહામારીથી છેલ્લા એક દિવસમાં મુંબઇ અને વસઇ-વિરારમાં બે-બે તથા ઠાણે, રાયગઢ અને ઔરંગાબાદમાં એક-એક દર્દીના મોત થયા છે. દેશમાં સાત ઓગસ્ટ ૨૦૨૦ ના સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ ના ૩૦ લાખ અને પાંચ સપ્ટેમ્બર ૨૦૨૦ ના ૪૦ લાખથી વધારે થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ ના ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ ના ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ ના ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ ના ૮૦ લાખ અને ૨૦ નવેમ્બર ૨૦૨૦ ના ૯૦ લાખને પાર પહોંચી ગઈ હતી. દેશમાં ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ ના આ કેસ એક કરોડથી વધારે થઈ ગયા હતા. ગત વર્ષ ૪ મે ના સંક્રમિતોની સંખ્યા દોઢ કરોડ અને ૨૩ જૂન ૨૦૨૧ ના ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષે ૨૫ જાન્યુઆરીના કેસ ૪ કરોડને પાર થઈ ગયા છે.દેશમાં હાલમાં કોરોના વાયરસની રફતાર ઘટવાનું નામ લઈ રહી નથી. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોવિડ-૧૯ ના કુલ ૧૮,૮૪૦ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૪૩ લોકોના મોત આ ખતરનાક વાયરસના કારણે થયા છે. ત્યારે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ સવા લાખના આંકડાને પાર કરી ગયા છે. આ સમયે દેશમાં કુલ એક્ટિવ કેસ વધીને ૧,૨૫,૦૨૮ થઈ ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટ્‌વીટર રોજ ૧૦ લાખ સ્પામ એકાઉન્ટ ડિલિટ કરે છે
Next articleકન્હૈયાલાલ મર્ડરના આરોપીઓ સાથે ગૌહર ચિશ્તીની મિટીંગ થઈ હતી