Home દુનિયા - WORLD શિંજાે આબેને પહેલી ગોળી મિસ થયા બાદ ૪ સેકન્ડ બાદ બીજી ગોળી...

શિંજાે આબેને પહેલી ગોળી મિસ થયા બાદ ૪ સેકન્ડ બાદ બીજી ગોળી મારી

42
0

(જી.એન.એસ),તા.૦૯
જાપાન
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજાે આબે પર હુમલામાં મોટો ખુલાસો થયો છે. હુમલાવરે શિંજાે પર બે ગોળીઓ ચલાવી હતી. પહેલી ગોળી શિંજાેને ગોળી વાગી નહી, પરંતુ પૂર્વ પીએમે પાછળ વળીને જાેયું. તેની ૪ સેકન્ડ બાદ શિંજાે પર હુમલાવરે બીજી ગોળી ચલાવી હતી. ગોળી લગાવ્યા બાદ શિંજાે ઘાયલ થઇ જમીન પર પડ્યા. શિંજાે આબે પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ થઇ ગઇ છે. હુમલાવરનું નામ યામાગામી તેત્સુયા કહેવામાં આવી રહ્યું છે. તેની ઉંમર ૪૧ વર્ષ છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાવર વર્ષ ૨૦૦૦ માં ત્રણ વર્ષ માટે સમુદ્રી સેના બળમાં સેવાઓ આપી ચૂક્યા છે. જાેકે હજુ સુધી એ ખબર નથી પડીક એ આખરે તેને શિંજાેને ગોળી કેમ મારી. અધિકારીઓએ જણાવ્યું કે આબેને વિમાન દ્વારા એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા પરંતુ તે સમયે તેમનાસ શ્વાસ ચાલી રહ્યા હતા અને હદય ગતિ અટકી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળ પરથી સંદિગ્ધ હુમલાવરની ધરપકડ કરી લીધી છે. દુનિયાના સૌથી સુરક્ષિત દેશોમાંથી એક ગણાતા જાપાનમાં આ હુમલો આશ્વર્યચકિત કરી દેનાર હતો. જાપાનમાં બંદૂક નિયંત્રણના કડક કાયદા લાગૂ છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નારા સિટીમાં એક મુખ્ય રેલવે સ્ટેશન બહાર આબેને ભાષણ આપતાં જાેઇ શકાય છે. જ્યારે ગોળી ચાલવાનો અવાજ સંભળાયો ત્યારે આબે ઉભા હતા, તેમણે વાદળી કલરના કપડાં પહેર્યા હતા અને પોતાની મુઠ્ઠી ઉઠાવી રહ્યા હતા. ત્યારબાદ ફૂટેજમાં આબેને રસ્તા પર પડતા દેખાયા અને ઘણા સુરક્ષાકર્મી તેમની તરફ ભાગી રહ્યા હતા. તેમણે પોતાની છાતી પર હાથ રાખેલો હતો અને તેમના શર્ટ પર લોહી વહી રહ્યું હતું. ફૂટેજમાં જાેઇ શકાય છે કે બીજી જ ક્ષણે સુરક્ષાકર્મી ભૂરા કલરના શર્ટ પહેરેલા એક વ્યક્તિને દબોચી લે છે. જમીન પર એક બંદૂક પડેલી દેખાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજાપનાના પૂર્વ વડાપ્રધાનને મારનાર આરોપી જેએમએસડીએફનો સભ્ય જાણો…
Next articleજાપાનના પૂર્વ વડાપ્રધાનની હત્યામાં ગનમાં ૩ડી પ્રિંટેડ ટેક્નિકનો કરવામાં આવ્યો ઉપયોગ