(જી.એન.એસ),તા.૦૯
સેન-ફ્રાંસિસ્કો
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે એપ્રિલમાં ટિ્વટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. તે પછી ઘણી વખત એવી સ્થિતિ આવી હતી કે જ્યારે લાગ્યું કે તે ડીલ પર કાયમ રહશે અથવા રદ કરશે. આ પછી મસ્કે કહ્યું હતું કે જ્યાં સુધી સોશિયલ મીડિયા કંપની એ સાબિત નહીં કરી દે કે તેના સ્પેમ એકાઉન્ટ કુલ યુઝર્સના ૫ ટકાથી ઓછા છે. ત્યા સુધી આ ડીલ આગળ વધારવામાં આવશે નહીં. બતાવવામાં આવી રહ્યું છે કે આ કરારને રદ કરવા માટે એલન મસ્કને મોટી કિંમત ચુકાવવી પડી શકે છે. વિલય સમજુતીની શરતોનું પાલન ના કરવા પર ૧ અબજ ડોલરની બ્રેક-અપ ફીસ લગાવવામાં આવી શકે છે.દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે આખરે ટિ્વટરને ખરીદવાની ડીલ રદ કરી દીધી છે. તે ૪૪ અબજ ડોલરમાં આ માઇક્રો બ્લોગિંગ સાઇટને ખરીદવા માંગતા હતા. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે ટેસ્લાના સીઇઓ મસ્કે ડીલ રદ કરવા માટે ટિ્વટરને જ જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ટિ્વટર નકલી એકાઉન્ટ્સ વિશે જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું છે. વિલય સમજુતીની ઘણી શરતોને તોડવાનો આરોપ પણ લગાવ્યો છે. મસ્કની જાહેરાત પછી ટિ્વટરના શેર ૭ ટકા ગગડી ગયા છે. ૧૬ વર્ષ જૂની સેન ફ્રાંસિસ્કોની કંપની ટિ્વટર અને એલન મસ્ક વચ્ચે હવે લાંબી કાયદાકીય લડાઇ જાેવા મળી શકે છે કારણ કે ટિ્વટરના ચેરમેન બ્રેટ ટાયલોએ કહ્યું કે કંપની બોર્ડે વિલય સમજુતી લાગુ કરાવવા માટે કોર્ટ જવાનો ર્નિણય કર્યો છે. તેમણે કહ્યું કે બોર્ડ આ સમજુતીની તે શરતો અને કિંમત પર કરવા માટે પ્રતિબદ્ધ છે, જે એલન મસ્ક સાથે નક્કી થઇ હતી. રોયટર્સના મતે એલન મસ્કના વકીલોએ એક અરજીમાં કહ્યું કે સતત માંગવા છતા ટિ્વટર પોતાના ફેક કે સ્પેમ એકાઉન્ટ્સની જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું છે કે મનાઇ કરી દીધી છે. જે કંપનીના વેપાર પર્ફોમન્સ માટે જરૂરી છે. ફાઇલિંગમાં ટિ્વટર પર સમજુતીના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કહ્યું છે કે એવું લાગે છે કે ટિ્વટરે ખોટી અને ભ્રામક જાણકારીઓ આપી હતી. જેના પર વિશ્વાસ કરીને મસ્કે વિલય સમજુતી કરવાનો ર્નિણય કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.