Home મનોરંજન - Entertainment ગુજરાતી કલાકાર ગીતા રબારી લંડનથી ડાયરાનો વિડીયો શેર કર્યો

ગુજરાતી કલાકાર ગીતા રબારી લંડનથી ડાયરાનો વિડીયો શેર કર્યો

48
0

(જી.એન.એસ),તા.૨૯
મુંબઈ
સોશિયલ મીડિયા પર ગીતા રબારીનાં ચાહકોની સંખ્યા મોટી છે અને તે પણ ખુબજ એક્ટિવ રહે છે. હાલમાં તેમણે તેમનાં સોશિયલ મીડિયા પેજ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ સ્ટાઇલિશ જાેવા મળી રહ્યાં છે. તેમની તસવીરો અને વીડિયો પર ચાહકો પ્રેમ લુંટાવી રહ્યાં છે. હાલમાં ગીતા રબારી લંડનમાં છે અને એક ડાયરાનો કાર્યક્રમ કરી રહ્યાં છે ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો શેર કરી છે તેઓ યુકેમાં રહેતા ગુજરાતીઓને પોતાનાં તાલનાં આધારે ઝુમવા માટે ગીતાબેન રબારી ત્યાં પહોંચ્યા છે. અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમ તો તમે ગીતા રબારીને રબારી પહેરવેશમાં જ જાેવો છો. સોનાનાં દાગીનાથી લથપથ ગીતા બહેનનો આ સોબર અને સ્ટાલિશ લૂક તમને ગમશે. લંડન આઇની સામે ગીતા બેને પોઝ આપ્યો છે. તેમની આ તસવીરો જાેઇને ફેન્સ તેનાં પર ફિદા થઇ ગયા છે અને ફેન્સની સાથે સાથે ફ્રેન્ડ્‌સ કિંજલ દવે, ઉર્વશી રાદડિયાએ પણ તેમની તસવીરો પર લાઇક્સ અને કમેન્ટ્‌સ કરી છે. લંડનનાં લેન્સટરમાં યોજાયેલાં ડાયરાની તસવીરો અને વીડિયો પણ તેણે શેર કર્યો હતો. આ ડાયરામાં ઝુમતા અને પાઉન્ડનો વરસાદ કરતાં નજર આવે છે. ગીતાબેન રબારી આજે દરેક ગુજરાતી માટે જાણીતુ નામ છે. ગીતાબેન રબારીનાં અવાજનાં દિવાના કોરોડ ગુજરાતીઓ છે. તેમનાં ડાયરાનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડે છે. ગીતા બેન ન ફક્ત ગુજરાતમાં પણ દેશ વિદેશમાં કાર્યક્રમ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલાલસિંહ ચઢ્ઢા ફિલ્મમાં આમિર ખાન સાથે અક્ષરાસિંહ રોમેન્ટિક ડાન્સ કરતી જાેવા મળશે
Next articleહૃતિક રોશનની આગામી ફિલ્મ વિક્રમ વેધાની રીમેકનું બજેટમાં તોતિંગ વધારો