(જી.એન.એસ),તા.૦૯
વોશીંગ્ટન
અમેરિકન સેનાના એક ટોચના જનરલે બુધવારે લદાખ થિયેટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાર ચીની ગતિવિધિને “આંખ ઉઘાડનારી” અને ચિંતાજનક ગણાવી હતી. તેમણે પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને પણ “ખતરનાક” ગણાવ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી પેસિફિકના કમાન્ડિંગ જનરલ જનરલ ચાર્લ્સ એ. ફ્લાયને જણાવ્યું હતું કે, ચીનની ગતિવિધીઓ જાેખમી અને ચિંતાજનક છે. પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં બનાવવામાં આવી રહેલા કેટલાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચિંતાજનક છે. કોઈકે તો સવાલ કરવો પડશે કે તેઓ આ શા માટે કરી રહ્યા છે અને એની પાછળ તેમનો ઈરાદો શું છે.” લદાખ થિયેટરમાં એકંદર પરિસ્થિતિ પરના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. ગલવાન ખીણના સંઘર્ષથી બંને દેશોની સેનાઓ એલએસી પર એકબીજાનો સામનો કરી રહી છે અને કેટલાક ઘર્ષણવાળા વિસ્તારોમાંથી સૈનિકોને હટાવવામાં આંશિક સફળતા પણ મળી છે. ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા યુએસ જનરલે મંગળવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ સંબંધિત મુદ્દાઓ પરત્વે ચર્ચા કરી હતી. મિલિટ્રી ઓપરેશન્સના ભૂતપૂર્વ મહાનિર્દેશક લે. જનરલ વિનોદ ભાટિયા (નિવૃત્ત)એ જણાવ્યું હતું કે ચીને લાંબા સમયથી તિબેટમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને તેઓ તેને સતત અપગ્રેડ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે “સીમાના મુદ્દાઓને લઈને અમારી વચ્ચે ગંભીર મતભેદો છે. આ મતભેદોને રાજકીય, રાજદ્વારી અને લશ્કરી વાતચીત દ્વારા ઉકેલવાની જરૂર છે”. ભાટિયાએ કહ્યું હતું કે ન્છઝ્ર પર ભારતની સૈન્ય ક્ષમતાઓ ચીનની સમકક્ષ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.