(જી.એન.એસ),તા.૧૮
મુંબઈ
અક્ષય કુમારની છેલ્લે રિલિઝ થયેલી ફિલ્મ બચ્ચન પાંડે ઓડિયન્સને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી હતી. અક્ષય કુમારે પોતે કબૂલ્યુ હતું કે, તેમની ફિલ્મ ડૂબી ગઈ છે. આમ તો, અક્ષય કુમાર પાસે ઘણાં પ્રોજેક્ટ્સ છે, પરંતુ બોક્સઓફિસ પરથી તેમનો જાદુ ઘટી રહ્યો છે. આ સ્થિતિમાં અક્ષયની કરિયર સાઉથની ફિલ્મોની રીમેક પર ટકી હોવાનું કેટલાક માની રહ્યા છે. અક્ષય કુમાર આગામી સમયમાં સાઉથની ત્રણ રીમેકમાં જાેવા મળશે. અક્ષય અને ઈમરાન હાશ્મી તમિલ સુપરહિટ ફિલ્મ ડ્રાઈવિંગ લાઈસન્સમાં સાથે કામ કરી રહ્યા છે. સેલ્ફી નામની આ ફિલ્મ ઓટીટી પર રિલિઝ કરવામાં આવે તેવી શક્યતા છે. અક્ષય કુમારે થોડા દિવસ પહેલાં રાધિકા મદાન સાથે સોરારઈ પોટરુની રીમેક પર કામ શરૂ કર્યું છે. આ ફિલ્મને પણ થીયેટરના બદલે ઓટીટી પર રિલિઝ કરવામાં આવે તેવી શક્યતા છે. રકુલ પ્રીત સિંહ સાથેની ફિલ્મ મિશન સિન્ડ્રેલાનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, જે સાઉથની ફિલ્મ રત્સાસનની રીમેક છે. આ ત્રીજી ફિલ્મ પણ ઓટીટી પર રિલિઝ થાય તેવી શક્યતા છે. અક્ષય કુમાર અગાઉ રાઉડી રાઠોર અને ગબ્બર જેવી સાઉથની રીમેકમાં નજરે પડ્યો હતો અને બંને ફિલ્મ સુપરહિટ રહી હતી. આગામી સમયમાં અક્ષયની ત્રણ રીમેક રિલિઝ થવાની છે ત્યારે ફિલ્મના મેકર્સ તેને થીયેટરમાં રિલિઝ કરવાનું જાેખમી સમજી રહ્યા છે. આ ત્રણેય ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવાનો ર્નિણય અક્ષયની ઘટી રહેલી ઈફેક્ટ દર્શાવે છે કે, સાઉથની ફિલ્મોની રીમેકનો જમાનો પૂરો થઈ ગયો છે? ટૂંક સમયમાં અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ રિલિઝ થવાની છે અને તેની સાથે જ આ સવાલનો જવાબ પણ મળી જશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.