(જી.એન.એસ),તા.૧૮
કોલંબો
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે વિરુદ્ધ સંસદમાં મંગળવારે વિપક્ષ દ્વારા લાવેલા અવિશ્વાસનો પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો છે. સ્થાનીક મીડિયા પ્રમાણે વિપક્ષી તમિલ નેશનલ એલાયન્સના સાંસદ એમ એ સુમંથિરન તરફથી રાષ્ટ્રપતિ રાજપક્ષેને લઈને નારાજગી વ્યક્ત કરતા ડ્રાફ્ટ પર ચર્ચા માટે સંસદના સ્થાયી આદેશોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષી તમિલ નેશનલ એલાયન્સના સાંસદ દ્વારા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને લઈને નારાજગી વ્યક્ત કરનાર ડ્રાફ્ટ પર ચર્ચા માટે સંસદના સ્થાયી આદેશોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ૧૧૯ સાંસદોએ આ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યું હતું. માત્ર ૬૮ સાંસદોએ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું જેનાથી આ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ થઈ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુંકે આ પ્રસ્તાવની સાથે વિપક્ષે તે દેખાડવાનો પ્રયાસ કર્યો કે રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની દેશવ્યાપી માંદ દેશની કાર્યપાલિકામાં કઈ રીતે અસર કરે છે. મહત્વનું છે કે મુખ્ય વિપક્ષી દળ સમાગી જન બાલવેગયાના સાંસદ લક્ષ્મણ કિરીલાએ પ્રસ્તાવનું સમર્થન કર્યુ હતું. એસજેબી સાંસદ હર્ષા ડી સિલ્વા અનુસાર પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરનારમાં શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી વિક્રમસિંઘે પણ સામેલ હતા. માનવાધિકાર વકીલ ભવાની ફોન્સેકાએ મતદાન બાદ ટ્વીટ કર્યુ કે પ્રસ્તાવની નિષ્ફળતાએ રાષ્ટ્રપતિ રાજપક્ષેની રક્ષા કરનાર સાંસદોને ઉઘાડા પાડી દીધા છે. આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકામાં નવા પ્રધાનમંત્રી તરીકે રાનિલ વિક્રમસિંઘેની નિમણૂક બાદ આજે પ્રથમવાર સંસદની બેઠક થઈ, કારણ કે દેશ સૌથી ખરાબ આર્થિક સંકટ વચ્ચે મોટા બંધારણીય સુધારા કરવા માટે તૈયાર છે. સુમનથિરન જેણે પ્રસ્તાવ રજૂ કર્યો, તે ચર્ચા જારી રાખવા માટે સંસદના સ્થાયી આદેશોને સસ્પેન્ડ કરવા ઈચ્છતા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.