Home મનોરંજન - Entertainment તમે કહો તો યુપીના બુલડોઝર મોકલું : કંગના રનૌત

તમે કહો તો યુપીના બુલડોઝર મોકલું : કંગના રનૌત

73
0

(જી.એન.એસ),તા.૦૭
ઝારખંડ
ફિલ્મ ધાકડના પ્રમોશન માટે જયપુર પહોંચેલી અભિનેત્રી કંગના રનૌતે કહ્યું, ‘જ્યાં સુધી રાજસ્થાનની વાત છે… રાજસ્થાનમાં રમખાણો થઈરહ્યા છે. તો તમારે પણ એવી સરકાર લાવવી જાેઈએ, જે તેમને નિયંત્રિત કરી શકે. તમે કહો તો ેંઁના બુલડોઝર અહીં મોકલી આપું. કંગનાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિપક્ષ ભાજપ પર બુલડોઝર અને રમખાણોને લઈને પ્રહારો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છેકે, ઈદ પહેલા જાેધપુરમાં સાંપ્રદાયિક અથડામણ થઈ હતી, જેના કારણે જયપુરમાં પણ કરફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો હતો. હિંસાનાસંબંધમાં કુલ ૨૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કંગનાએ રાજનીતિમાં જાેડાવાના સવાલ પર કહ્યું, ‘મને ખબર નથી, મારી પાસે અત્યારે આવો કોઈ પ્લાન નથી. હું સારા પ્રોજેક્ટલઈને બેઠી છું. હવે મને સારા રોજ મળી રહ્યા છે. સારો સમય આવી ગયો છે. મેં એક રાજનેતાની બાયોપિક કરી છે અને મને ખ્યાલ આવ્યોછે કે, તે પણ એક કરિયર છે. તેના દાવ પેચ શીખ્યા છે. એ એક અલગ સંઘર્ષ છે અને એક અલગ કારકિર્દી પણ હોય શકે છે. ટિ્વટર પર પ્રતિબંધ હોવા પર કંગના રનૌતે કહ્યું કે, જે લોકો સમાજ માટે ખતરો છે, તેમના પર ટિ્વટરમાં પ્રતિબંધ છે. હું સમાજ અને દેશમાટે જે લખું છું, તેને તેઓ ખતરો માને છે. હું હંમેશા સમાજની સમસ્યાઓ અને પડકારો વિશે અને નકારાત્મક લોકો વિશે લખું છું. હા, હવે જાેએલોન મસ્ક મને ફરી તક આપશે, તો હું ટિ્વટર પર બોલીશ, પરંતુ અત્યારે તો મારા પર પ્રતિબંધ છું. હાલમાં જ કંગના સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં પહોંચી હતી, ત્યાં બોલીવુડ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા.કિયારાએ કંગના સાથે એક વીડિયો શેર કર્યો અને બાદ તેને ડિલીટ કરી દીધો હતો. જાેકે, તેમણે આ વીડિયો પછીથી ફરીથી પોસ્ટ કર્યો હતો અમિતાભ બચ્ચને કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ના ગીતનું ટિઝર ઈન્સ્ટાગ્રામ પર શેરકર્યું હતું. થોડા સમય બાદ તેમણે આ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી હતી.બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત તાજેતરમાં તેની ફિલ્મ ધાકડના પ્રમોશન માટે રાજસ્થાન આવી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન કંગનાએ જાેધપુરમાં થયેલી હિંસા પર રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી. કંગનાએ જણાવ્યું છે કે, લોકોએ રાજસ્થાનમાં એવી સરકાર લાવવી જાેઈએ, જે હાલની જેમ રમખાણો-સ્થિતિને નિયંત્રિત કરી શકે અથવા બુલડોઝર મોકલી શકે છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો કંગનાની ટિપ્પણી પર તાળીઓ પાડતા જાેવા મળ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક આપે તેવી હવામાન વિભાગની આગાહી
Next articleઘરેલુ હિંસા બાદ મેં મારી સુંધવાની શક્તિ ગુમાવી દીધી છે : પૂનમ પાંડે