Home દેશ - NATIONAL કેદારનાથ ધામમાં કડકડતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓની ઉમટી ભીડ

કેદારનાથ ધામમાં કડકડતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓની ઉમટી ભીડ

56
0

(જી.એન.એસ),તા.૦૬
નવીદિલ્હી
કોરોના કાળના બે વર્ષ બાદ પહેલીવાર કેદારનાથ ધામના કપાત સામાન્ય જનતા માટે ખોલવામાં આવી રહ્યા છે. તેને લઇને સ્થાનિક લોકોમાં ખૂબ ઉત્સાહ છે. જોકે મોનસૂન સીઝનમાં ખરાબ થયેલા રસ્તાઓને યાત્રા થતાં પહેલાં રીપેર કરવામાં આવ્યા છે. અહીં ઠેર ઠેર કામ ચાલી રહ્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે પ્રભુના દર્શન પણ મોંઘા બન્યા છે. હરિદ્રારથી ચારધામ માટે ચાલનાર કારો અને મિની બસોના ભાડામાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇનોવાનું ભાડું 4500 થી વધારીને 6000 અને બોલેરો અને મેક્સ 3,500 થી વધીને 5,000 ડિઝાયર 2,800 થી 3,800 રૂપિયા પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યું છે. દેશના બાર જ્યોતિર્લિંગોમાંથી એક કેદારનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. શુક્રવારે એટલે કે આજે સવારે 6:26 મિનિટ પર શુભ મુહૂર્તમાં બાબા કેદારનાથના ધામને ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન કડકડતી ઠંડી હોવાછતાં બાબાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. હવે છ મહિના સુધી બાબાના ભક્તો ધામમાં આરાધ્ય દેવના દર્શન તથા પૂજા અર્ચના કરી શકશે. બાબાના મંદિરને દસ ક્વિંટલ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી પહેલી પૂજા કરવામાં આવી હતી. તો બીજી તરફ પુષ્કર સિંહ ધામીએ પૂજા અર્ચના કરી બાબા કેદારનાથના આર્શિવાદ લીધા હતા. તો બીજી તરફ આજે જ્યારે બાબાના ધામના કપાટ ખોલ્યા તો ભક્તોએ જયકારો સાથે વાતાવરણ ગૂંજ્યું ઉઠ્યું હતું. બાબાની પંચમુખી મૂર્તિ કેદાર મંદિરમાં વિરાજમાન કરવામાં આવી. ત્યારબાદ વિધિપૂર્વક કેદારનાથના કપાટ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા. તમને જણાવી દઇએ કે ગુરૂવારે કેદારની ઉત્સવની ડોલીને મુખ્ય પુજારી દ્વારા ભોગ લગાવવામાં આવ્યો નિત પૂજાઓ શણગારવામાં આવી હતી. કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ, વેદપાઠીઓ, પૂજારીઓ, હક્ક હકૂકધારીઓની હાજરીઓમાં કપાટ પર વૈદિક પરંપરાઓના અનુસાર મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને 6: 26 મિનિટ પર કપાટ ખોલવામાં આવ્યા. આ દરમિયાન ડોલીએ મંદિરમાં પ્રવેશ કર્યો. કેદારનાથ ધામના કપાટ ખુલતી વખતે દરમિયાન પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field