(જી.એન.એસ),તા.૦૨
હૈદરાબાદ
આંધ્ર પ્રદેશમાં ગર્ભવતી મહિલા પર ગેંગરેપનો એક કેસ સામે આવ્યો છે. રેલવે સ્ટેશનમાં ગર્ભવતી મહિલાનુ અપહરણ કરીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યુ. પ્રકાશમ જિલ્લાના યરરાગોંડા વિસ્તારની રહેવાસી એક મહિલા પોતાના પતિ અને બાળકો સાથે રાતે રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા હતા. રાત હોવાના કારણે તેમને સ્ટેશનથી જવા માટે કોઈ બસ ન મળી માટે એ રેલવે સ્ટેશન પર સૂઈ ગયા. રાતે નશામાં ત્રણ લોકો તેમની પાસે આવ્યા અને તેમણે મહિલાના પતિની જોરદાર પિટાઈ કરી ત્યારબાદ ત્રણે મહિલા પર ગેંગરેપ કર્યો. મહિલાના પતિએ શોર મચાવવા અને રેલવે પોલિસની મદદ લેવાની કોશિશ કરી પરંતુ તેમની કોઈ મદદ ન મળી. મહિલાનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે અને એક સગીર સહિત ત્રણે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના શનિવારની રાતની છે જ્યારે પરિવાર કામની શોધમાં ગુંટૂરથી કૃષ્ણા જિલ્લા તરફ જઈ રહ્યો હતો. નશામાં ધૂત પુરુષોએ પતિ પર હુમલો કર્યો અને જ્યારે તેની પત્ની વચ્ચે આવી ત્યારે એ તેને સ્ટેશનથી દૂર લઈ ગયા જે રાજ્યની અમરાવતીથી લગભગ 80 કિલોમીટર દૂર છે. જો કે, મહિલાના પતિએ ભાગીને રેલવે પોલિસની મદદ લેવાની કોશિશ કરી પરંતુ સ્ટેશન પર કોઈ અધિકારી ન મળ્યા. બાદમાં મહિલા પાસેની ઝાડીઓમાં મળી, તેની મેડિકલ તપાસ અને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.