Home મનોરંજન - Entertainment કંગના રણૌતની લોન્ચ ઈવેન્ટમાં કંગના રનૌત હેલિકોપ્ટર દ્વારા કરી “ધાકડ” એન્ટ્રી

કંગના રણૌતની લોન્ચ ઈવેન્ટમાં કંગના રનૌત હેલિકોપ્ટર દ્વારા કરી “ધાકડ” એન્ટ્રી

67
0

(જી.એન.એસ),તા.૩૦
મુંબઈ


ધાકડના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કંગના રનૌત હેલિકોપ્ટર દ્વારા પહોંચી હતી. કંગનાએ આને પોતાની ધાકડ એન્ટ્રી ગણાવી છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કંગના રનૌત બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ કંગનાનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. કંગના રનૌતે હીલવાળા બ્લેક શૂઝ સાથે પોતાનો લુક પૂરો કર્યો. ઈવેન્ટ દરમિયાન કંગનાનો પોઝીટીવ દેખાવ જોવા મળ્યો હતો. કંગના રનૌત શાનદાર અંદાજમાં ફોટો માટે પોઝ આપતી જોવા મળી હતી. તેણે ફેન્સને ઈવેન્ટ દરમિયાન કરેલા ફોટોશૂટની ઝલક પણ બતાવી. કંગના રનૌતને આ સ્ટાઇલિશ લુક ફેશન સ્ટાઈલિશ તાન્યા ગવરી દ્વારા આપવામાં આવ્યો છે. તેનું ફોટોશૂટ તેજસ નેરુકરે કર્યુ છે. ‘ધાકડ’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં તેની સાથે અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને ડિરેક્ટર રજનીશ ઘાઈ પણ હાજર હતા. આ દરમિયાન બધાએ ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા. તમને જણાવી દઈએ કે ‘ધાકડ’ 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ‘ભૂલ ભુલૈયા 2’ સાથે સ્પર્ધા કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગર્ભવતિ મહિલાનું શંકાસ્પદ મોત, દહેજ માટે હત્યા કરી મૃતદેહ રાઝળતો મૂકી દીધો
Next articleઅક્ષય કુમાર ફિલ્મ ‘રામ સેતુ’ના પોસ્ટરથી ફરીથી ટ્રોલર્સના નિશાના પર આવ્યા