Home દુનિયા - WORLD રશિયા પાસેથી ગેસ ખરીદવા માટે યુરોપિયન દેશો રુબલમાં પણ ચૂકવણી કરવા તૈયાર

રશિયા પાસેથી ગેસ ખરીદવા માટે યુરોપિયન દેશો રુબલમાં પણ ચૂકવણી કરવા તૈયાર

52
0

(જી.એન.એસ),તા.૨૮
રશિયા

Russia – Gas – European Country – Symbolic Image from GoogleImages


રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજેતરમાં માંગ કરી છે કે કુદરતી ગેસના ખરીદદારોને રૂબલમાં ચૂકવણી કરવામાં આવે. તેણે ધમકી આપી હતી કે જે કોઈ ખરીદદાર રૂબલમાં પેમેન્ટ નહીં કરે, તેનો ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવશે. હવે રિપોર્ટ અનુસાર યુરોપના 4 દેશોએ પુતિનની શરત સ્વીકારી લીધી છે. આ દેશો રશિયાના ચલણ રૂબલમાં જ ગેસ ખરીદી રહ્યા છે. જો કે આ ચાર દેશોના નામ આપવામાં આવ્યા નથી.રશિયન ગેસ જાયન્ટ ગેઝપ્રોમ પીજેએસસીના સ્ત્રોત અનુસાર, ચાર યુરોપિયન ગેસ ખરીદદારોએ રુબલમાં સપ્લાય માટે ચૂકવણી કરી દીધી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આવી માંગણી કરી હતી. સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું “અન્ય ખરીદદારોએ ક્રેમલિનની શરતોને નકારી હોવા છતાં, કેટલાક દેશો પુતિન સામે ઝૂકી રહ્યા છે,” બુધવારે, રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ સપ્લાય બંધ કરી દીધી.”દસ યુરોપીયન કંપનીઓએ પહેલેથી જ ગેઝપ્રોમ્બેન્ક સાથે એકાઉન્ટ્સ ખોલ્યા છે, જે રશિયાની ચુકવણીની માંગને પહોંચી વળવા જરૂરી છે,” સ્ત્રોતે જણાવ્યું હતું. રશિયા યુરોપના 23 દેશોને પાઇપલાઇન દ્વારા ગેસ સપ્લાય કરે છે.પુતિને કહ્યું કે રશિયન ગેસના ખરીદદારોએ રશિયન બેંકોમાં રૂબલ ખાતા ખોલવા જોઈએ. 1 એપ્રિલથી સપ્લાય કરવામાં આવેલ ગેસની ચૂકવણી આ ખાતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. જો રૂબલ ખાતામાંથી ચૂકવણી કરવામાં નહીં આવે, તો રશિયા ખરીદદારોને ડિફોલ્ટર તરીકે ગણશે અને તેઓએ પરિણામ ભોગવવું પડશે. રશિયન ગેસની નિકાસ પુતિનનું સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મુશ્કેલીમાં ફસાયેલા પુતિન ગેસ સપ્લાયનો હથિયાર તરીકે ઉપયોગ કરીને રશિયા પરના આર્થિક પ્રતિબંધોને ઘટાડવા માંગે છે.હકીકતમાં, મોટાભાગના યુરોપિયન દેશોએ રૂબલમાં ચૂકવણી કરવાની માંગને નકારી કાઢી છે. રશિયન ગેસના સૌથી મોટા ગ્રાહક જર્મનીએ પુતિનની માંગને બ્લેકમેલિંગ ગણાવી છે. યુરોપ પહેલેથી જ કુદરતી ગેસના વધતા ભાવોથી પીડાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો રશિયા ગેસ સપ્લાય બંધ કરે છે તો યુરોપિયન દેશોમાં ભૂખમરો થઈ શકે છે. એટલું જ નહીં ગેસના અભાવે કરોડો લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીની નાગરિકો પર થયેલા હુમલાથી ચીન રોષે ભરાયું કહ્યું કે, “આની કિમત ચુકવવી પડશે”
Next articleમિસિસિપીમાં એક વ્યક્તિએ હોટલમાં કરેલા ગોળીબારમાં ચાર લોકોના થયા મોત