Home ગુજરાત વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ – અમદાવાદ શહેરના હોદેદારોની અગત્યની મીટીંગ યોજાઈ

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ – અમદાવાદ શહેરના હોદેદારોની અગત્યની મીટીંગ યોજાઈ

138
0

(જી.એન.એસ),તા.૨૭
અમદાવાદ

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના અમદાવાદ મહાનગર અને જિલ્લા ના તમામ હોદ્દેદારો માટે અગત્યની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વે હોદ્દેદારશ્રી ઓ તેમજ અલગ અલગ સમાજના યુવા મોભીઓએ ખાસ હાજરી આપી હતી. અને આ મીટીંગમાં આવનારા કાર્યક્રમો અંગે મહત્વની ચર્ચા થઈ તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ – આ મીટીંગમાં સર્વે હોદ્દેદારશ્રી ઓ તેમજ અલગ અલગ સમાજના યુવા મોભીઓએ ખાસ હાજરી આપી


વિશ્વ ગુજરાતી સમાજ ના પ્રમુખ આદરણીય શ્રી સી.કે પટેલ સાહેબ ના વિઝન ને ગતિશીલ બનાવવા વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના અમદાવાદ શહેર ના હોદ્દેદારોની મણિનગર, અમદાવાદ મુકામે આંતરરાષ્ટ્રીય કન્વીનર પૌરસભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને, સાથી હોદ્દેદાર આંતરરાષ્ટ્રીય સંગઠન કો-ઓર્ડીનેટર અને કો-કન્વીનર આકાશ પટેલ, રાષ્ટ્રીય હોદ્દેદાર ગૌરાંગ ભાઈ દરજી, હિમાંશુભાઈ પંચાલ, વિશાલભાઈ થલોટીયા, જ્વલિતભાઈ અધ્યારૂ, અજય ભાઈ પ્રજાપતિ, સુલભભાઈ ઉપાધ્યાય, જનકભાઈ આચાર્ય, અન્ય પ્રદેશ હોદ્દેદારો, આઈ.ટી, સોશ્યલ મીડીયા અને મીડીયા ના હોદેદારો તેમજ એડવાઇઝરી કમીટી મેમ્બર ની ઉપસ્થિતિમાં અગત્ય ની મીટીંગ યોજાઈ હતી. જેમા મુખ્ય અતિથી શ્રી તરીકે શ્રી પી.બી પટણી સાહેબ ( પૂર્વ કલેકટર , આણંદ / આઈ.એ.એસ ) ,શ્રી મુકુંદરાય અધ્યારૂ સાહેબ ( રીટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર – આઈ.બી ) , ડૉ. વસંતભાઈ પટેલ – પ્રમુખ – ગુજરાત પેરેન્ટ્‌સ એસોસીએશન અને ડૉ. જીગ્નેશ શાહ ( શાહ હોસ્પિટલ ) હાજરી આપી ને સૌ યુવાનો ને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ તમામ મહેમાનશ્રીઓ એ ગામડા ના છેવાડા થી લઈને વિશ્વના ખૂણે ખૂણે સુધી વિશ્વ ના સૌથી મોટા સંગઠન ની મજબૂત રચના કરી વિશ્વભરના ગુજરાતીઓ ના પ્રશ્નો ને વાચા આપવાના સંગઠનના ઉદ્દેશ્ય ને સહયોગી બનવા ની તૈયારી દર્શાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી
Next articleવૈશ્વિક અને સ્થાનિક સતત સ્તરે વધી રહેલા ફુગાવા – મોંઘવારીની નેગેટીવ અસર વચ્ચે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!