Home દેશ - NATIONAL દેશમાં 85 મોટા પાવર પ્લાન્ટ્સમાં કોલસો ખુટી પડવાની સ્થિતિના લીધે વીજળી સંકટ...

દેશમાં 85 મોટા પાવર પ્લાન્ટ્સમાં કોલસો ખુટી પડવાની સ્થિતિના લીધે વીજળી સંકટ ઘેરાઈ શકે તેવી શક્યતાઓ

65
0

(જી.એન.એસ),તા.૨૭
નવીદિલ્હી
ગરમીના પારો ચઢવાની સાથે સાથે હવે દેશમાં વીજળી સંકટ ઘેરાતુ જાય છે. દેશમાં વીજળીની ડિમાન્ડ રેકોર્ડ સ્તરને પાર કરી ગઇ છે. હવે સ્થિતિ એ છે કે 85 પાવર પ્લાન્ટમાં કોલસો ખતમ થવાનો છે. ભીષણ ગરમીની વચ્ચે દેશમાં વીજળી સંકટ હવે ભયાનક રૂપ લઇ રહ્યું છે. દેશમાં વીજળીની ડિમાન્ડ એટલી વધી ગઇ છે કે વીજળની માંગનો એક નવો રેકોર્ડ જ બની ગયો. એક દિવસમાં વીજળીની સૌથી વધુ માંગ મંગળવારે 201.066 ગીગાવૉટ નોંધાઇ છે. દેશમાં વીજળીની ડિમાન્ડની સ્થિતિ એ છે કે વીજળીની માંગનો એક નવો રેકોર્ડ બની ગયો અને આને ગયા વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો. ગયા વર્ષ 200.539 ગીગાવૉટની માંગ નોંધવામાં આવી હતી, જ્યારે આ વર્ષ 201.066 ગીગાવૉટ નોંધાઇ છે. આ સ્થિતિ ત્યારે છે હાલમાં એપ્રિલનો મહિનો ખતમ નથી થયો. મે અને જૂનમાં માંગ વધીને 215-220 ગીગાવૉટ સુધી પહોંચી શકે છે. દેશભરના 85 પાવર પ્લાનમાં કોલસાનો ખતરો ઉભો થઇ ગયો છે. આનાથી આવનારા સમયમાં વીજળીનો કાપ જોવા મળી શકે છે. પાવર પ્લાન્ટની ફરિયાદ છે કે રેલ રેકની કમીના કારણે કોલસો મળવામાં મોડુ થઇ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય શિક્ષણમંત્રીએ શા માટે કહ્યુ કે “IGNOUના પ્રોફેસરો તો હનુમાનજી જેવા છે”
Next articleમુંબઇમાં રિલાયન્સ એક અબજ ડોલરનાં ખર્ચે લકઝરી બ્રાન્ડસનો મોલ બનાવશે