Home મનોરંજન - Entertainment વિજય દેવરકોંડા સ્ટારર ‘લાઈગર’ ફિલ્મમાં માઈક ટાયસનું ડબિંગ પૂર્ણ થયું, હવે રિલીઝ...

વિજય દેવરકોંડા સ્ટારર ‘લાઈગર’ ફિલ્મમાં માઈક ટાયસનું ડબિંગ પૂર્ણ થયું, હવે રિલીઝ કરવામાં આવશે

77
0

(જી.એન.એસ),તા.૦૨
નવીદિલ્હી
વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘લાઈગર’ ફિલ્મમાં વિજય દેવરકોંડા, અનન્યા પાંડે અને વિજય ઉપરાંત, ઇન્ટરનેશનલ ફેમસ બોક્સર માઇક ટાયસન પણ ભારતીય ફિલ્મ જગતમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. માટે આ ફિલ્મમાં મનોરંજનનો ત્રિપલ તડકો હવે લાગવા જઈ રહ્યો છે. વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘લાઈગર’ની તેમના ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મથી વિજય બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ બાબત પણ આ ફિલ્મને ખાસ બનાવી રહી છે. તાજેતરમાં માઇક ટાયસનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફિલ્મ થકી ઇન્ટરનેશનલ ફેમસ બોક્સર માઇક ટાયસનની બોલિવુડમાં એન્ટ્રી થવા જઈ રહી છે. આ જાહેરાત બાદ, માઈકના ફેન્સની ખુશીનું કોઈ ઠેકાણું નથી રહ્યું. માઈકના ફેન્સ અત્યારે આ ફિલ્મ વિષે જોડાયેલા દરેક અપડેટ્સ જાણવા માટે ખૂબ ઉત્સાહિત રહે છે. માઈકના આ વાયરલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે, તે તમામ ફેન્સનો આભાર વ્યક્ત કરી રહ્યો છે. આ પહેલા, અનન્યા પાંડે અને વિજય તેમના સોશિયલ મીડિયા પર આ ફિલ્મના શૂટિંગ વિડિયોઝ અને સીન્સ શેર કરતાં રહે છે. આ ફિલ્મના ટીઝરને અત્યારે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિડિયોની શરૂઆત ફાઈટ રિંગથી થઈ હતી. વિજય દેવરકોંડાની જોરદાર બોડી અને તેનો જુનૂની અંદાજ આ વિડિયોમાં જોઈ શકાય છે. કરણ જોહરે આ વિડીયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, ‘બધાની વાટ લગાવી દઇશું.’ ફિલ્મ ‘લાઇગર’ આગામી તમામ સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. ધર્મા પ્રોડક્શનની નિર્મિત આ ફિલ્મ હિન્દી ઉપરાંત, તેલેગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ ‘લાઇગર’માં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે, માઈક ટાયસન ઉપરાંત, વિશુ રેડ્ડી, રોનિત રૉય, અલી, મકરાંદ દેશ પાંડે જેવા ઘણા એકટર્સ સપોર્ટિંગ રોલમાં નજર આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field