Home દેશ - NATIONAL ‘RRR’ ફિલ્મ ડિરેક્ટર SS Rajamouli , Jr.NTR અને Ram-Charan પહોંચ્યા જયપુર

‘RRR’ ફિલ્મ ડિરેક્ટર SS Rajamouli , Jr.NTR અને Ram-Charan પહોંચ્યા જયપુર

89
0

(જી.એન.એસ),તા.૨૨


મુંબઈ


એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ એક બેન્ચમાર્ક સેટ કરીને ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. બેંગ્લોર, હૈદરાબાદ અને દુબઈ પછી, ‘RRR’ ના ડિરેક્ટર એસએસ રાજામૌલી, અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.તે સાથે ભારતમાં આ સ્મારકની મુલાકાત લેનારી પ્રથમ ફિલ્મ બની હતી. તાજેતરમાં,જયપુર મુલાકાતના ચિત્રો અને વીડિયો નિર્માતા દ્વારા શેર કરવામાં આવ્યા હતા, જે ઇન્ટરેક્શન ઇવેન્ટની ઝલક આપે છે. એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ની ટીમ તેની રિલીઝ પહેલા દેશભરના વિવિધ શહેરોનો પ્રવાસ કરી રહી છે. મોસ્ટ અવેટેડ ફિલ્મના મલ્ટિ-સિટી ટૂર પ્રમોશન દરમિયાન, જુનિયર એનટીઆર, રામ ચરણ અને નિર્દેશક એસએસ રાજામૌલી સાથે ‘RRR’ ની ટીમનું આગલું સ્ટોપેજ જયપુર હતુ, જ્યાં તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.આ પહેલા ટીમે અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. ભરચક ઓડિટોરિયમથી લઈને કૉલેજના વિદ્યાર્થીઓમાં ઉર્જા અને ઉત્સાહ સુધી,RRR ટીમે ઈવેન્ટને શાનદાર બનાવી હતી. આમ હૈદરાબાદ, બેંગ્લોર, વડોદરા, દિલ્હી, અમૃતસર, જયપુર, કોલકાતા અને વારાણસીથી લઈને દુબઈ સુધી, નિર્માતાઓએ જોરશોરથી ફિલ્મનુ પ્રમોશન કર્યું છે. તમને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીએ 18-22 માર્ચ દરમિયાન ફિલ્મના પ્રમોશન માટે દેશના મોટા સંભવિત બજારોની મુલાકાત લેવાનુ આયોજન કર્યુ છે,ત્યારે આજે પ્રમોશનનો છેલ્લો દિવસ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field