Home દેશ - NATIONAL ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ ફિલ્મ મુસ્લિમો પ્રત્યે નફરત વિશે નથી આપણા ઇતિહાસના કાળા...

‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ ફિલ્મ મુસ્લિમો પ્રત્યે નફરત વિશે નથી આપણા ઇતિહાસના કાળા પ્રકરણ વિશે છે : હિમંતા બિસ્વા સરમા

93
0

(જી.એન.એસ),તા.૧૭


નવીદિલ્હી


ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ને લઈને દેશભરમાં ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં આ ફિલ્મને લઈને વિવાદો થઈ રહ્યા છે. તેમાંથી એક રાજ્ય આસામ પણ છે. આસામના ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ચીફ બદરુદ્દીન અજમલ, જેમણે વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી હતી. જેના પર રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના વડાએ વધુમાં કહ્યું કે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કાશ્મીર પછી ઘણી ઘટનાઓ બની છે, જેમાં 1983માં આસામમાં થયેલ નેલી હત્યાકાંડનો પણ સમાવેશ થાય છે.આ ફિલ્મથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે બિનજરૂરી તણાવ પેદા થશે. હું આસામના મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરું છું, કારણ કે આ ફિલ્મ સાંપ્રદાયિક તણાવ પેદા કરી શકે છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, મને લાગે છે કે મૌલાના બદરુદ્દીન અજમલે આવીને આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મ મુસ્લિમો પ્રત્યે નફરત વિશે નથી, પરંતુ આપણા ઇતિહાસના સૌથી કાળા પ્રકરણ વિશે છે. ફિલ્મને સાંપ્રદાયિક સૌહાર્દ અને ‘કાશ્મીરિયત’ના પ્રિઝમ સાથે જોવી જોઈએ. તેને ધર્મ સાથે જોડવુ જોઈએ નહીં. મને નથી લાગતું કે કોઈ મુસ્લિમ નરસંહારનું સમર્થન કરશે. તેઓએ પ્રતિબંધની માંગ ન કરવી જોઈએ, પરંતુ દરેક વ્યક્તિએ તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. બીજેપી શાસિત અન્ય રાજ્યોની જેમ આસામમાં પણ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. એટલું જ નહીં, આસામ સરકારે સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા પણ આપી છે. આસામના ધુબરીથી લોકસભાના સાંસદ બદરુદ્દીન અજમલનું કહ્યુ કે, આસામ સરકાર અને કેન્દ્ર સરકારે સાંપ્રદાયિક તણાવ ટાળવા માટે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પત્રકારો સાથે વાત કરતા બદરુદ્દીન અજમલે કહ્યું કે મેં આ ફિલ્મ જોઈ નથી. આરએસએસ અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) ઝંડા લઈને બહાર આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field