Home દેશ - NATIONAL અમરનાથ યાત્રાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને બુકિંગ ચાલુ થશે?

અમરનાથ યાત્રાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને બુકિંગ ચાલુ થશે?

90
0

(જી.એન.એસ),તા.૧૧


નવીદિલ્હી


અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની દર્શન કરવાની આતુરતાઓ છે. તેના માટે બનતા બધા જ પ્રાંતનો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને હવે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની ઈચ્છાઓ પૂરી થવાની છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન નોંધણી શરુ કરવામાં આવશે. જમ્મુના ડિવિઝનલ કમિશનર રાઘવ લેંગરની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન SASBના એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ સિંહે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ માટે આ યાત્રાની વ્યવસ્થાઓની સમીક્ષા કરતા કહ્યું કે, અમરનાથ યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બોર્ડે આ વર્ષની યાત્રા દરમિયાન વાહનો અને યાત્રાળુઓની અવરજવર પર નજર રાખવા માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની ઓનલાઈન નોંધણી એપ્રિલથી શરૂ થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે ગુરુવારે આ માહિતી આપી હતી. એપ્રિલથી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા અમરનાથ યાત્રા માટે યાત્રિકોની નોંધણી શરૂ કરવાની જાહેરાત કરતા શ્રાઈન બોર્ડે કહ્યું કે, દક્ષિણ કાશ્મીરના હિમાલય વિસ્તારમાં આવેલા તીર્થસ્થાનમાં યાત્રાળુઓની અવરજવર માટે RFID આધારિત ટ્રેકિંગ કરવામાં આવશે. રાહુલ સિંહે કહ્યું કે, ‘એપ્રિલ 2022 મહિનામાં અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે. દૈનિક 20,000 રજિસ્ટ્રેશન શરૂ થશે. તેમણે કહ્યું કે, મુસાફરીના દિવસોમાં નિયુક્ત કાઉન્ટર પર સ્થળ પર નોંધણી પણ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field