Home દુનિયા - WORLD ઈમરાનની ખુરશી જોખમમાં? પાકિસ્તાનમાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યો

ઈમરાનની ખુરશી જોખમમાં? પાકિસ્તાનમાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યો

93
0

(જી.એન.એસ),તા.૦૯


ઇસ્લામાબાદ


પાકિસ્તાનના મુખ્ય વિરોધ પક્ષોએ વડા પ્રધાન ઇમરાન ખાન સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી તેમને પદ પરથી હટાવવાની માગ કરી છે. સાથે જ તેણે સરકારને વધતી જતી મોંઘવારી માટે જવાબદાર ઠેરવી. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના લગભગ 100 સાંસદો દ્વારા હસ્તાક્ષર કરાયેલ ઠરાવ નેશનલ એસેમ્બલી સચિવાલયમાં સબમિટ કરવામાં આવ્યો હતો. નિયમો અનુસાર સ્પીકરને સત્ર બોલાવવા માટે સંસદના ઓછામાં ઓછા 68 સભ્યોની સહી જરૂરી છે. ઉપરાંત અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન માટે ત્રણથી સાત દિવસનું સત્ર બોલાવવાની જોગવાઈ છે. વડા પ્રધાન અને તેમના પ્રધાનમંડળને હટાવવા માટે વિપક્ષને 342 સભ્યોના ગૃહમાં 172 સભ્યોના સમર્થનની જરૂર છે. આ રીતે ફરી એક વાર ઈમરાનની ખુરશી ખતરામાં આવી ગઈ છે. ઈમરાન હાલ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે અને જો કેટલાક સાથી પક્ષો પક્ષ બદલવાનું નક્કી કરે તો તેમને હાંકી કાઢવામાં આવી શકે છે,સાથે જ તે સંસદીય લોકશાહીમાં અસામાન્ય નથી. વિપક્ષ પહેલાથી જ કહી ચુક્યું છે કે તે ઈમરાનના ગઠબંધનના સભ્યોને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરશે. દેશના લોકો તેમની સાથે છે અને તેમને વિશ્વાસ છે કે સરકાર ટકી રહેશે. ઈમરાને વધુમાં કહ્યું કે,’લોકો મારી સાથે ઉભા છે,તે ક્યારેય ચોરોનું સમર્થન નહીં કરે અને લોકો હવે વિપક્ષને સમર્થન નથી આપી રહ્યા,તેથી તેઓ દાવો કરી રહ્યા છે કે એસ્ટાબ્લિશમેન્ટ તેમને સમર્થન આપી રહી છે.’ 2028….એકંદરે ત્યાં સુધી આ સરકાર વિરુદ્ધ કંઈ થશે નહીં. વિપક્ષને શરમજનક હારનો સામનો કરવો પડશે.સાથે જ ઈમરાને દાવો કર્યો કે, મારા સાંસદોને 18 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે,મેં તેમને પૈસા લઈને ગરીબોમાં વહેંચવા કહ્યું. ઇમરાને તેમને હટાવવાના પ્રયાસો પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે જેઓ સ્વતંત્ર વિદેશ નીતિ નથી ઈચ્છતા તેઓ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે તેઓ વિપક્ષના દરેક હુમલાનો સામનો કરવા તૈયાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field