Home ગુજરાત નવા બનેલા ડિવાઈડર પર કાર ચઢી, ડ્રાઇવરનો બચાવ થયો

નવા બનેલા ડિવાઈડર પર કાર ચઢી, ડ્રાઇવરનો બચાવ થયો

109
0

(જી.એન.એસ),તા.૦૭

નવસારી

ઈટાળવા-ગણદેવી રોડ પહેલા સાંકડો હતો અને હાલમાં પહોળો કરાતાં ત્યાં ડિવાઈડર બનાવવામાં આવ્યા છે. એટલે કાર હાંકતા વાહનચાલકોના ધ્યાનમાં ડિવાઈડર આવતું નથી, જેને કારણે અકસ્માત થયો હતો. આ મામલે આગામી સમયમાં પણ જો સેફ્ટી ન મૂકવામાં આવી તો અકસ્માતનો ભય રહેલો છે. આ સમગ્ર મામલે સ્થાનિક નગરસેવક પ્રશાંત દેસાઈએ પણ R&B વિભાગને ડિવાઈડર પાસે સેફ્ટી બોર્ડ મુકવાની માંગ કરી છે. ઈટાળવા-ગણદેવી સ્ટેટ હાઇવેને પહોળો કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ આ સ્ટેટ હાઈવે પર ડિવાઈડર મુકવાની કામગીરી શરૂ છે. જેના ભાગરૂપે ત્યાં પસાર થતાં કારચાલકોનું ધ્યાન દોરાય તે માટેનાં રીફ્લેક્ટર મૂકવામાં આવ્યા નથી. જેના કારણે રિયલ વેલ્યૂ શોરૂમની સામે એક કિયા કાર ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી. જો કે તેમાં સવાર ડ્રાઈવરને કંઈ ખાસ ઈજાઓ થવા પામી ન હતી. પરંતુ સ્થાનિકો અને બીજા અન્ય રાહદારીઓનું કહેવું છે કે આ ડિવાઈડરની કામગીરી દરમિયાન રોડ સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો અને ખાસ તો નાઈટ રીફ્લેક્ટર મુકવાની માંગ પણ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field