Home દુનિયા - WORLD યુક્રેનમાં ફસાયેલા સ્થાનિક ચીની નાગરિકોને બહાર કાઢવા માટે ચીન પ્રયાસ કરી રહ્યું...

યુક્રેનમાં ફસાયેલા સ્થાનિક ચીની નાગરિકોને બહાર કાઢવા માટે ચીન પ્રયાસ કરી રહ્યું છે : ચીન વિદેશ મંત્રી વાંગ યી

87
0

(જી.એન.એસ),તા.૦૧

ચીન

યુક્રેનમાં ફસાયેલા ચીનના 6,000થી વધુ વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢવાના વિલંબના વિવાદ વચ્ચે, ચીન પૂર્વ યુક્રેનમાં તેના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તેમને સુરક્ષિત સ્થાનો પર મોકલવાનું આયોજન કરી રહ્યું છે. ચીન વિદ્યાર્થીઓને બચાવવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સનું પણ આયોજન કરી રહયું છે. આ ઉપરાંત, યુક્રેનમાં ચીની દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનના કિવ સ્થિત દૂતાવાસમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક ચીની નાગરિકોને બહાર કાઢવા માટે અનેક યોજનાઓ પર પણ વિચાર ચાલુ છે. યુક્રેનમાં ચીનના રાજદૂત ફેન જિયાનરોંગે એક વિડિયોમાં એ અફવાઓનું ખંડન કર્યું છે કે તે યુક્રેન છોડી ચૂકયા છે. દૂતાવાસના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, “યુક્રેનની પરિસ્થિતિને જોતા, સૌથી પહેલા ચીની નાગરિકોને આશ્વાસ્ત કરાયા છે અને તેમની ચિંતા ઓછી કરવી પડશે.”.” યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત સરળતાથી બહાર કાઢી રહ્યું છે, પરંતુ ત્યારે ચીન જ ભારત પર ખાર રાખતું હતું. અત્યારે ચીનના જ વિદ્યાર્થીઓને યુક્રેને હાંકી કાઢતા યુક્રેન પર ચીન ગુસ્સે થયું છે. અત્યારે ચીન યુક્રેનમાં ફસાયેલા પોતાના વિદ્યાર્થીઓને બચાવવાના રસ્તાઓ શોધી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું અને જણાવ્યું કે, ”ચીને ઇમરજન્સી કોઓર્ડિનેશન સિસ્ટમ શરૂ કરી છે, અને ચીની નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ પક્ષો સાથે ગાઢ સંપર્ક જાળવી રાખ્યો છે.” ચીની દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ”યુક્રેન એરસ્પેસ હાલમાં ચુસ્ત નિયંત્રણ હેઠળ છે તેમજ મિસાઈલ હુમલા અને બોમ્બ ધડાકાનો પણ ખતરો છે. જો કે અમે વિકલ્પો જોઈ રહ્યા છીએ અને સુરક્ષાના મુદ્દાઓનું નિરાકરણ આવતા જ અમે તરત જ ઈવેક્યુએશન પ્લાન શરૂ કરીશું

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field