Home ગુજરાત સાબરમતી નદીમાં કૂદકો મારનાર યુવકને લોકોએ બચાવી લીધો

સાબરમતી નદીમાં કૂદકો મારનાર યુવકને લોકોએ બચાવી લીધો

72
0

(જી.એન.એસ),તા.૨૩


અમદાવાદ


સાબરમતી નદીમાં એક ૩૫ વર્ષની ઉમરના યુવકે જમાલપુર બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. બ્રિજ પરથી યુવકને પડતો જાેઇને સાબરમતી રિવર ફ્રન્ટમાં સ્વીપર તરીકે કામ કરનાર બરકત નામના યુવકે આત્મહત્યા માટે કુદેલ યુવકને પકડીને બ્રિજ નીચેના ૩ નંબરના પીલ્લર પાસે લઈ ગયો હતો જ્યાં રિવર રેસ્ક્યુ ટીમે પહોચીને બંનેને બોટમાં રેસ્ક્યુ કર્યા હતા. આત્મહત્યા માટે ઝંપલાવનાર યુવકનો જીવ બચી ગયો હતો. અન્ય એક કિસ્સામાં રિવર ફ્રન્ટ પર પોતાના ફ્રેન્ડ સર્કલ અને ગલફ્રેન્ડ સાથે ૨૫ વર્ષનો પ્રકાશ નામનો શાહવાડીનો યુવક આવ્યો હતો. ગ્રુપમાં બધા બેઠા હતા ત્યારે યુવકની ગલફ્રેન્ડ કોઈની સાથે ચેટ કરી રહી હતી. આ દરમિયાન યુવકે તેની ગલફ્રેન્ડનો મોબાઈલ લઈને તોડી નાખ્યો હતો અને એનઆઈડી પાસેના વોલ્કવે પરથી સાબરમતી નદીમાં છલાંગ લગાવી હતી જેને પડતો જાેઈને તેની ગલફ્રેન્ડ દુપટ્ટો બચાવવા માટે ફેક્યો હતો જાેકે યુવક ત્યાં સુધી ડૂબી ગયો હતો. ત્યાંથી પોલીસ પસાર થતા પોલીસે રીવર રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. રિવર રેસ્ક્યુ ટીમે આવીને યુવકને બહાર કાઢ્યો હતો અને ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પતિ સાથે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ તે ઘરેથી નીકળી રિક્ષામાં બેસીને રિવરફ્રન્ટ નજીક આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી. રિક્ષાચાલકને આ વાતની જાણ થતાં તેણે ૧૮૧ મહિલા અભયમ ટીમને ફોન કર્યો હતો. જેથી ૧૮૧ની ટીમ ઘટનાસ્થળ પહોંચીને મહિલાનું કાઉન્સેલિંગ કરીને આત્મહત્યા કરતા બચાવી હતી. બાદમાં ૧૮૧ની ટીમે પતિને કાયદાકીય સમજ આપીને સમગ્ર મામલો થાળે પાડયો હતો.સાબરમતી નદી જાણે સ્યુસાઈડ પોઈન્ટ બની હોય તેમ મોતની છલાંગ લગાવવાના કિસ્સા વધી રહ્યાં છે. અમદાવાદમાં એક યુવક એલિસ બ્રિજ પર આવેલી લોખંડની જાળી કૂદીને નદીમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે કેટલાક લોકો આવી જતાં તેમને બચાવી લીધો હતો. આ યુવકે કયા કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તે જણાવવા માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યાં છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવકને બચાવી તેના હાથ બાંધીને રોકી રાખવામાં આવે છે. આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા એક મહિનામાં સાબરમતી નદીમાં ઝંપલાવવાના અનેક કિસ્સા સામે આવ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field