(જી.એન.એસ),તા.૧૪
જૂનાગઢ
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયાની સાઈટો પર વધુ લાઈક મેળવવા યુવાઓ અનેક જાેખમી સ્ટંટ કરી રહ્યા છે. જેના કારણે ઘણીવાર જીવ જાેખમમાં મુકાવાની સાથે જાણતા – અજાણતામાં કાયદાના ભંગ પણ કરી નાંખે છે. એવા સમયે યુવાઓ મુશ્કેલીમાં મુકાયાના અનેક કિસ્સા જાેવા મળ્યા છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જૂનાગઢના એક યુવાને રસ્તા પર ચાલુ બુલેટમાં રિવોલ્વર કાઢીને વીડીયો બનાવ્યો હતો. જેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં રસ્તા પર બુલેટ બાઈક પર જઈ રહેલો એક યુવક હાથમાં રિવોલ્વર કાઢીને સીન સપાટા મારી રહ્યો હોવાનું જાેવા મળ્યુ હતું. યુવક એક હાથે બાઈક ચલાવી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર કાઢીને જાહેરમાં તેનું પ્રદર્શન કરી રહ્યો હતો. તેમજ આ વીડિયો તેણે ઈન્સટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો અંગે પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટીએ આદેશ કરતા એલસીબીની ટીમે તપાસ હાથ ધરતા પોલીસને ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળી હતી કે, વાયરલ વીડિયોમાં દેખાતા યુવકનું નામ હર્ષ મનસુખભાઇ દાફડા રહે. મેઘાણીનગર, જૂનાગઢ વાળો છે. જેથી બાતમીના આધારે આ યુવકને રીલાયન્સ મોલ સામે આવેલી રાજ લક્ષ્મી પાર્ક સોસાયટીના જાહેર રોડ ઉપરથી પોલીસે અટક કરી હતી. જે બાદ તેની અંગજડતી તપાસ કરતા તેના જીન્સના પેન્ટના નેફામાંથી હથિયાર મળી આવ્યો હતું. પોલીસે આ હથિયાર અંગે યુવકની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ હથિયાર તેના પિતા મનસુખભાઇનું લાયસન્સવાળુ છે. ત્યારે પિતાએ પોતાના દિકરાને પોતાનું લાયસન્સવાળુ હથિયાર આપી તેમજ તેના પુત્રએ વગર લાયસન્સે જાહેરમાં ખુલ્લુ હથિયાર રાખી બુલેટ ચલાવતો વીડિયો સોશીયલ મીડીયામાં વાયરલ કરી ગુનો કર્યો હોવાથી હર્ષ દાફડા સામે હથિયારધારા કલમ ૨૫ (૧)બીએ, ૩૦, ૨૯ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ કાર્યવાહી અર્થે જૂનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હર્ષ પાસેથી ફાયબરના હાથાવાળી એમ.પી. રીવોલ્વર ૩૨ (૭.૬૫ મી.મી.) એસ.એ.એફ. કાનપુર (ભારત) બનાવટની રીવોલ્વર કી. રૂ.૧ લાખની કબ્જે કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.