(જી.એન.એસ) તા. 20
બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 નોંધાઈ છે.આ ઉપરાંત, મંગળવારે બપોરે 1-44 વાગ્યે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 નોંધાઈ હતી.
સાથેજ બે અન્ય રાજ્યો, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCS અનુસાર, ઉત્તરાખંડના પિથોરાગઢમાં બપોરે 1:32 વાગ્યે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 હતી. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે 1:12 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.5 હતી.

