Home ગુજરાત અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ પર ઊભી હતી ત્યારે પોલીસ તપાસમાં...

અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ પર ઊભી હતી ત્યારે પોલીસ તપાસમાં 5 બિનઅધિકૃત બાંગ્લાદેશી મળી આવ્યા

33
0

(જી.એન.એસ) તા. 27

વડોદરા,

શનિવારે મોડી રાત્રે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ નંબર – 1 માં આવી પહોંચી હતી. જેમાં વડોદરા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાંચ બાંગ્લાદેશી ઝડપાયા હતા. જેમાં બે બાળકો, બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

પોલીસ વિભાગ દ્વારા શહેર-જિલ્લાની જેમ રેલવે દ્વારા પણ બિનઅધિકૃત વ્યક્તિઓની શોધખોળ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જે અંતર્ગત ટ્રેનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે 26, એપ્રિલને શનિવારે મોડી રાત્રે 2 કલાકના આરસામાં ટીમોએ રેલવે પ્લેટફોર્મ નં – 1 પર આવેલી અમદાવાદ-હાવડા એક્સપ્રેસમાં ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન થ્રી ટાયર એસી કોસમાંથી ત્રણ પુખ્ય વયના શખ્સો સહિત બે બાળકો મળી આવ્યા હતા. શંકા જતા ટીમે તેમની પુછપરછ કરી હતી. જેમાં ગોળ ગોળ જવાબો આપતા શંકા મજબુત થઇ હતી. બાદમાં પોલીસે કડકાઇ દાખવતા તેઓ ભાંગી પડ્યા હતા. અને પોતો બાંગ્લાદેશી હોવાનું જણાવ્યું હતું. તે પછી પોલીસે તેમની પાસેથી પુરાવા મેળવીને તેઓ બાંગ્લાદેશી હોવાની ખરાઇ કરી હતી. અટકાયત કરેલા લોકોએ પોતાના નામ સહિતની વિગતો ઓહીદુલ રૂસ્તમ શેખ, ૫રવિન ઓહીદુલ શેખ,મારૂ૫ ઓહીદુલ શેખ,શાહરૂખ ઓહિદુલ શેખ ( ચાર હાલ રહે.-ચંડોળા તળાવ પાસે, મોઇદર બાબાની દરગાહ પાસે, અમ્મા મૂરજીદની ગલીમાં, ઇસનપુર રોડ, અમદાવાદ, મુળ રહે.ગામ-ભાયડાંગા, થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ) અને મોહંમદ શેરઅલી મોહંમદ લૂતપાર શેખ (હાલ રહે.-સિદ્ધાર્થ ટોકિઝની પાછળ, અડાજણ પાટીયા, ઝૂંપડપટ્ટીમાં, સુરત મુળ રહે.ગામ-સીતારામપુર ચોક, પોસ્ટ-થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ) જણાવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, દંપતિ અમદાવાદના ચાંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર ઝૂંપડીમાં રહેતું હતું અને કચરો વીણવાનું કામ કરતું હતું. અને શેર અલી સુરતમાં ભીખ માંગવાનું કામ કરતો હતો. પોલીસે તમામની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.