Home ગુજરાત કચ્છ કચ્છના ગાંધીધામમાંથી કોકેઈન સાથે 2 વ્યક્તિઓની ધરપકડ  

કચ્છના ગાંધીધામમાંથી કોકેઈન સાથે 2 વ્યક્તિઓની ધરપકડ  

54
0

(જી.એન.એસ) તા. 27

ગાંધીધામ,

કચ્છ પોલીસ બાતમીના આધારે પંજાબના 2 આરોપીઓને આશરે 29 લાખના કોકેઈન સાથે ઝડપી પાડયા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ એનડીપીએસ એકટ હેઠળ કામગીરી કરી છે, આરોપીઓ કયાં અને કોને આ કોકેઈન આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગાંધીધામ બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં આ રેડ કરવામાં આવી હતી, પોલીસને બાતમી મળી હતી કે બે આરોપીઓ કોકેઈન લઈને ગેસ્ટહાઉસમાં ઉતર્યા છે ત્યારે પોલીસે તેના આધારે દરોડા પાડયા તો આરોપીઓ પાસેથી 29 લાખનું કોકેઈન મળી આવ્યુ હતુ, આરોપીઓ લોકલ ડ્રગ્સ પેડલરને આ કોકેઈન આપવાના હતા તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ કરવામાં રહી છે.