Home દુનિયા - WORLD કરાચી કમિશનર સૈયદ હસન નકવીએ ભારે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે શહેરમાં કલમ...

કરાચી કમિશનર સૈયદ હસન નકવીએ ભારે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી 

59
0

પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદથી પાકિસ્તાનમાં ફફડાટ; મંત્રીઓ કરી રહ્યા છે બેઠકો

(જી.એન.એસ) તા. 27

ઇસ્લામાબાદ/કરાચી,

ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે અને સેનાએ મોરચો સંભાળી લીધો છે. સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન કરી આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેમની શોધખોળ પણ વધુ તેજ કરવામાં આવી છે.

ભારત સરકારની આતંકીઓ ને નષ્ટ કરવાની કામગીરીની સીધી અસર કંગાળ પાકિસ્તાનમાં જોવા મળી રહી છે અને તેને મોટા લશ્કરી કાર્યવાહીનો ડર લાગી ગયો છે.

25 એપ્રિલના રોજ ઝેલમ વેલી હેલ્થ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા આદેશમાં ‘કટોકટી પરિસ્થિતિ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તમામ હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં તબીબી કર્મચારીઓને તેમના સંબંધિત ડ્યુટી પોઈન્ટ પર તૈનાત રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કર્મચારીને રજા કે ટ્રાન્સફર આપવામાં આવશે નહીં. સરકારી વાહનોના ખાનગી ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશમાં લખવામાં વાયુ હતું કે, ‘દેશમાં કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ આરોગ્ય કેન્દ્રોના ઇન્ચાર્જને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ તેમજ જિલ્લાના તમામ તબીબી કેન્દ્રોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા માટે ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરોને હંમેશા તૈયાર રાખવાનો નિર્દેશ આપવામાં આવે છે.’

કરાચી કમિશનર સૈયદ હસન નકવીએ ભારે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી છે. આ અંતર્ગત, સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો અને માલવાહક ટ્રકોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે.

આ પગલું માર્ગ અકસ્માતો અટકાવવા અને ટ્રાફિક જામ ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. આ નિયમ ૧૭ એપ્રિલથી ૧૬ જૂન ૨૦૨૫ સુધી લાગુ રહેશે. વહીવટીતંત્રે પોલીસ અને કાયદા અમલીકરણ એજન્સીઓને આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. નિયમો તોડનારાઓ સામે પાકિસ્તાન દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ કેસ પણ નોંધાઈ શકે છે. કરાચીને પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. અહીંથી સમગ્ર દેશનો વ્યવસાય અને બજારનું સંચાલન થાય છે.

ભારત સરકારની કડક કામગીરીથી ડરીને કંગાળ પાકિસ્તાનના વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર દરરોજ 2-3 બેઠકો કરી રહ્યા છે. તેમણે બેઠકો યોજવા માટે બાંગ્લાદેશની મુલાકાત પણ રદ કરી દીધી છે. બીજીતરફ, વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર પણ અલગ અલગ બેઠકોમાં વ્યસ્ત છે.

આ ઉપરાંત, આરોગ્ય કેન્દ્રોના તમામ તબીબી અધિકારીઓ/પેરા મેડિકલ સ્ટાફ કે જેઓ પહેલેથી જ રજા પર છે, તેમને તેમની રજા રદ કરવા અને ફરજ પર જતા પહેલા ઓફિસની લેખિત પરવાનગી લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. જો બેદરકારી જણાશે, તો સંબંધિત ડોકટરો/પેરામેડિકલ મેડિકલ સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.