Home દેશ - NATIONAL પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરક્ષાદળો એક્શનમાં, 175 લોકોની અટકાયત

પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરક્ષાદળો એક્શનમાં, 175 લોકોની અટકાયત

36
0

(જી.એન.એસ) તા. 26

અનંતનાગ,

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લામાં એક્શન લીધા હતા જેમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આશરે 175 સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, છેલ્લા ચાર દિવસમાં અનંતનાગ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય એજન્સીઓની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી આખા જિલ્લામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ દરમિયાન રાજૌરી વિસ્તારમાં સુરક્ષા દળોને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જમ્મુ-રાજૌરી-પુંછ હાઇવે પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. 

સુરક્ષાદળોએ આ સર્ચ ઓપરેશનના ભાગરૂપે અનંતનાગ જિલ્લાના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આકરી સતર્કતા સાથે રાત-દિવસ સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. પહલગામ હુમલામાં આતંકવાદીઓની મદદ કરનારાનું નેટવર્ક તોડી પાડવાના ભાગરૂપે 175 સંદિગ્ધોની અટકાયત કરી હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું છે. હુમલામાં ઓળખ થયેલા સ્થાનિક આતંકવાદીઓના ઘર પર કાર્યવાહી તેમજ શોધખોળ ચાલી રહી છે. ગઈકાલે ભારતીય સેનાએ એક આતંકવાદીનું ઘર બોમ્બથી ઉડાવી દીધુ હતું, જ્યારે અન્ય એક આતંકીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

આ મામલે પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “આ અભિયાન હેઠળ જિલ્લામાં કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. દિવસ-રાત તપાસ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી આતંકવાદી ગતિવિધિમાં મદદ કરનારા સહાયતા નેટવર્કને ખતમ કરવા માટે પૂછપરછ માટે 175 શંકાસ્પદોની અટકાય કરવામાં આવી છે.

સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષા વધારવા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે વધારાની મોબાઇલ વાહન ચેક પોસ્ટ્સ (MVCPs) સ્થાપિત કરવામાં આવી છે. જાહેર સહયોગ માંગવામાં આવ્યો છે અને નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવા સલાહ આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field