આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન
(જી.એન.એસ) તા. 26
નવી દિલ્હી,
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ભયંકર આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં અત્યાચારીઓ (આતંકીઓ) વિરુદ્ધ ખૂબ રોશ ભરાયેલો છે ત્યારે હવે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, ‘અત્યાચારીઓને પાઠ ભણાવવો એ જ અમારો ધર્મ છે.’
આ મામલે મોહન ભાગવતે કહ્યું હતું કે, ‘અત્યાચારીઓને પાઠ ભણાવવો હિંસા નથી પણ અહિંસા છે. અહિંસા આપણો ધર્મ છે, પરંતુ અત્યાચાર કરનારાઓને ધર્મ શીખવવો પણ જરૂરી છે. આપણે ક્યારેય આપણા પડોશીઓને નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં જો તે સતત ખોટા રસ્તા પર ચાલે તો રાજાનું કર્તવ્ય છે કે તે પ્રજાનું રક્ષણ કરે. રાજા પોતાનું કામ કરશે, અમને મજબૂત કાર્યવાહીની અપેક્ષા છે. ખરેખર એક સાચા અહિંસક વ્યક્તિએ મજબૂત બનવું પડશે. જો તાકાત નહીં બતાવી તો તેઓ તેનો ફાયદો ઉઠાવશે. આપણે આપણી તાકાત બતાવવી પડશે અને તેમને પાઠ ભણાવવો પડશે.’
સાથેજ તેમણે તેવું પણ કહ્યું હતું કે, ‘આ હુમલો એ યાદ અપાવે છે કે આ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ છે. લોકોની તેમનો ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી. હિન્દુઓ ક્યારેય આવું નહીં કરે. આ આપણો સ્વભાવ નથી. દ્વેષ અને દુશ્મનાવટ આપણી સંસ્કૃતિમાં નથી, પરંતુ ચૂપચાપ સહન કરવું પણ આપણી સંસ્કૃતિ નથી. આપણા હૃદયમાં પીડા-દુઃખ છે. આપણે ગુસ્સામાં છીએ. આ દુષ્ટ પાપીઓને ખતમ કરવા માટે આપણે આપણી તાકાત બતાવવી પડશે.’
વધુમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ‘રાવણનો પણ વધ કરવામાં આવ્યો હતો. કારણકે, તેણે પોતાનું મન બદલવાનો ઈનકાર કર્યો હતો. કોઈ વિકલ્પ જ બચ્યો ન હતો. ભગવાન રામે તેને સુધરવાની તક આપી હતી, પરંતુ તે સુધર્યા નહીં, અને તેમનો વધ કરવામાં આવ્યો.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.