Home દુનિયા - WORLD ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના;...

ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના; 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત

47
0

(જી.એન.એસ) તા. 26

ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર એક ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગવાની ઘટના બની છે. આ ધડાકામાં 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ વિસ્ફોટ ભયાનક હોવાનું કહ્યું છે. ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 406 પર પહોંચી ગઈ છે. ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના અંગે પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મહેરદાદ હસનઝાદેહે કહ્યું કે, ‘રાજઈ પોર્ટ સ્થિત કન્ટેનરોમાં વિસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે ચોતરફ અફરાતફરી મચી છે. અહીં એમ્બ્યુલન્સોની ટીમો દોડાવાઈ છે. આ ઉપરાંત રાહત અને બચાવ દળે પણ ઘટના સ્થળે પહોંચી બચાવની તામકાગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. જ્યારે પોલીસની ટીમ સહિત અન્ય ટીમો દ્વારા આસપાસની જગ્યાઓ ખાલી કરાવી રહ્યા છે.

આ ઘટના મામલે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર વિસ્ફોટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં આકાશમાં ભયાનક કાળા ધૂમાળા જોવા મળી રહ્યા છે. રાજઈ પોર્ટ પર મુખ્યરૂપે કન્ટેનરનો ટ્રાફિક સંભાળવાની કામગીરી થાય છે. અહીં ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ સહિતના ટેન્કો હોવાથી વિસ્ફોટ બાદ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ આગ વધુ વિકરાળ બનવાનો ખતરો ઉભો થયો છે. વિસ્ફોટના કારણે પોર્ટ પર સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field