Home દેશ - NATIONAL મહારાષ્ટ્રમાં બકરી ચરાવનાર વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ જવાની FIR ન નોંધી તો,  UPSC...

મહારાષ્ટ્રમાં બકરી ચરાવનાર વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ જવાની FIR ન નોંધી તો,  UPSC પરીક્ષા પાસ કરી IPS બની ગયો

30
0

(જી.એન.એસ) તા. 25

કોલ્હાપુર,

મહારાષ્ટ્ર ના કોલ્હાપુરમાં કાગલ તહસીલના યમગે ગામના ધનગઢીના પુત્રએ તો ખુબજ વખાનલાયક અને આદર્શ કામ કરી બતાવ્યું છે. બિરુદેવ સિદ્ધપ્પા ધોણે ના યુવાને પહેલા જ પ્રયાસમાં UPSC ક્રેક કરી દીધી છે. ખભા પર કાંબળો, માથા પર ગાંધી ટોપી, હાથમાં લાકડી અને પગમાં મોટા મોટા ધનગઢી ચંપલ પહેરીને ધોમધખતા તાપમાં બકરી ચરાવતાં ધનગઢના આ દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 551મો રેંક મેળવ્યો છે. 

એક મિત્ર જોર જોરથી બૂમો પાડતો તેના મામાના ગામમાં આવ્યો અને બિરુદેવને કહ્યું કે, ‘બિરુદેવ, તમે UPSC પરીક્ષામાં પાસ થઈ ગયા છો. તેના અભણ માતા પિતા ત્યાં હતા. તેઓ એટલું જ સમજ્યા કે અમારો દીકરો સાહેબ બની ગયો છે. તેમને માત્ર એટલું જ સમજાયું અને બિરુદેવ તેના માતાપિતા અને સંબંધીઓ સાથે ખૂબ ખુશ થઈને નાચવા લાગ્યા. બિરુદેવ UPSC પરીક્ષા પાસ કરનાર કાગલ તાલુકાનો પ્રથમ વિદ્યાર્થી છે. બિરુદેવે 2024માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી. 27 વર્ષની ઉંમરે બિરુદેવે પહેલા જ પ્રયાસમાં 551ના રેન્ક સાથે પરીક્ષા પાસ કરી છે.

આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો, એકવાર બિરુદેવનો મોબાઇલ ખોવાઈ ગયો હતો અને તેના માટે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ત્યારે પોલીસે તેને કોઈ મદદ કરી ન હતી. ત્યારે ત્યાં જ બિરુદેવે નક્કી કર્યું કે, તે IPS અધિકારી બનશે અને બિરુદેવે દિવસ રાત સખત મહેનત કરી અને રોજ 22 કલાક અભ્યાસ કર્યો. તેણે UPSCનો અભ્યાસ કરવા માટે દિલ્હીમાં કેમ્પ કર્યો અને તેના માતાપિતાનું નામ રોશન કર્યું. બિરુદેવે કાગલ તાલુકાના મુરગુડ સેન્ટરમાંથી ધોરણ 10 અને 12મા સારા ગુણ સાથે પાસ થયો છે અને પુણેની SIOP એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ માટે દાખલ થયા હતા. 

બિરુદેવના પિતા સિદ્ધાપા ધોણે પણ ૧૨મા ધોરણ સુધી ભણ્યા હતા, પરંતુ તે પછી તેમણે પોતાનું જીવન બકરીઓ ચરાવવાના પરંપરાગત વ્યવસાયમાં વિતાવ્યું. બિરુદેવે તેને મોટો અધિકારી બનાવવાનું સ્વપ્ન જોયું. જ્યારે બિરુદેવ UPSC ની તૈયારી માટે દિલ્હી જતા ત્યારે તેમના પિતા તેમને ખૂબ જ મુશ્કેલીથી 10 થી 12 હજાર રૂપિયા મોકલતા. બિરુદેવ આટલા પૈસાથી કામ ચલાવી શક્યા હોત. બિરુદેવે કહ્યું કે તેમના પિતાએ તેમને વારંવાર બીજી નોકરી અપનાવવાની સલાહ આપી હતી પરંતુ તેઓ મક્કમ રહ્યા અને અંતે IPS અધિકારી બની ગયા છે.