Home દુનિયા - WORLD પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી, ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ...

પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી, ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ: વડાપ્રધાન શાહબાઝ શરીફ

34
0

(જી.એન.એસ) તા. 24

ઇસ્લામાબાદ,

ભારતના જામ્મ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક ડિપ્લોમેટીક પગલાંથી પાકિસ્તાન સંપૂર્ણપણે શ્રી ગયું છે. ભારતે પાકિસ્તાન પર આતંકવાદીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો અને આ સાથે જ સિંધુ જળ સંધિને સ્થગિત કરવા જેવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ત્યારે હવે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પણ ઈમરજન્સી બેઠક યોજીને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠક બાદ પાકિસ્તાને ભારતના દરેક નિર્ણયનો જવાબ આપવાની ચેતવણી આપી છે.

ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી, જેમાં તેમણે ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં શાહબાજ સરકારે કહ્યું કે, પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી છે.

પાકિસ્તાનના વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેઓએ ભારત આવતી અને જતી કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. શાહબાઝ સરકારના જણાવ્યા અનુસાર, હવે ભારતીય ફ્લાઇટ્સને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના અને રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન નારાજ છે. આ ઉપરાંત સરકારે એમ પણ કહ્યું છે કે, યુદ્ધ રોકવું એ યુદ્ધ જેવી કાર્યવાહી છે.

પાકિસ્તાને સિંધુ જળ સંધિ અટકાવવાના ભારતના નિર્ણયને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે આ સંધિ એક આંતરરાષ્ટ્રીય કરાર છે, જે વિશ્વ બેન્કની મધ્યસ્થી હેઠળ કરવામાં આવ્યો હતો અને ભારત તેને એકપક્ષીય રીતે સ્થગિત કરી શકે નહીં. પાકિસ્તાને એવી પણ ચેતવણી આપી કે જો ભારત સિંધુ નદીનું પાણી રોકવાનો કે વાળવાનો પ્રયાસ કરશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે અને તેનો જવાબ આપવામાં આવશે.

ઇસ્લામાબાદમાં બેઠક બાદ પાકિસ્તાને વાઘા બોર્ડર તાત્કાલિક અસરથી બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે અને તમામ પ્રકારના વ્યવસાય અને નાગરિકની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના લશ્કરી, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને ‘અનિચ્છનીય વ્યક્તિઓ’ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને 30 એપ્રિલ સુધીમાં દેશ છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય હાઈ કમિશનના સ્ટાફની સંખ્યા 30 સુધી ઘટાડી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

તેમજ પાકિસ્તાને સાર્ક વિઝા માફી યોજના હેઠળ ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા તાત્કાલિક અસરથી રદ કર્યા છે. ફક્ત શીખ યાત્રાળુઓને જ આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

પાકિસ્તાની સરકારે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના સલાહકારોને ‘અનિચ્છનીય વ્યક્તિ’ જાહેર કરી પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાન સ્થિત હાઈ કમિશનનો સ્ટાફ ઘટાડીને 30 કરી દીધો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field