Home ગુજરાત કલ્યાણનગરના વુડાના મકાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા વડોદરા પોલીસ 8 ને ઝડપી...

કલ્યાણનગરના વુડાના મકાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા વડોદરા પોલીસ 8 ને ઝડપી પાડયા

19
0

(જી.એન.એસ) તા. 22

વડોદરા,

વડોદરા સયાજીગંજ પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં એક બાતમી ના આધારે સયાજીગંજ પી.આઈ. ઝેડ.એન.ઘાસુરાની સીધી દોરવણી હેઠળ પો. સ્ટે. વિસ્તારમા નાઈટ પેટ્રોલીગમા સર્વેલેન્સ સ્કોડના પો.સ.ઈ. તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે “કલ્યાણનગર વુડાના મકાન સી/4 પાસે આવેલ કપાઉંન્ડ હોલ નજીક પાર્કીંગની ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો પાના તથા રૂપિયા વડે હારજીતનો જુગાર રમે છે”.

બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કપાઉન્ડ હોલ નજીક પાર્કીંગની ખુલ્લી જગ્યામા ગોળ કુંડાળુ વળી પાના વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોય જે તમામને પકડી સયાજીગંજ પો.સ્ટે. ખાતે જુગારધારા કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં ઇમ્તીયાજ વાહીદમીયા શેખ (રહે.બ્લોક નં સી/01 મકાન સી/03 રાજીવગાધી આવાસ યોજના કલ્યાનગર), હનીફ મકીર મંસુરી (રહે-સી/01 મકાન નં 07 રાજીવગાધી આવાસ યોજના કલ્યાનગર), સમીર સલીમ શેખ (રહે. બ્લોક નં સી/4 મકાન નં 76 રાજીવગાધી આવાસ યોજના કલ્યાનગર), હુસેન જાફર શેખ (રહે. બ્લોક નં એ/4 મકાન નં 80 રાજીવગાધી આવાસ યોજના કલ્યાનગર), ઇરફાન ગુલામહુસેન શેખ (રહે. મેમણ કોલોની મકાનનં 327 મદીના એપાર્મેટ આજવા રોડ), ગ્યાસુદ્દીન નજીર બેલીમ (રહે. પાંચ નંબરની કોલોની મકાન નં 119 કમાટીપુરા), જુનેદ બશીર બેલીમ (રહે. સી/38 આલ્ફા સોસાયટી ગોરવા), ધ્રુવ મહેશ કહાર (રહે. મકાન નં 497 આનંદનગર સોસાયટી કારેલીબાગ) નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રૂપીયા 55,090નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field