(જી.એન.એસ) તા. 22
IPL 2025ની 39મી મેચમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી હરાવીને ગુજરાત ટાઈટન્સ ની ટીમના એક ખિલાડી એ મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે.
શુભમન ગિલને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે T20માં ગિલને 12મી ગિલને T20 મેચનો એવોર્ડ મળ્યો છે. આમ કરીને ગિલે પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. શુભમન ગિલ 25 વર્ષની ઉંમરે સૌથી વધુ T20 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બની ગયો છે. ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 25 વર્ષની ઉંમર સુધીમાં કોહલીએ T20માં 11 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળતા મેળવી હતી.
25 વર્ષની ઉંમરમાં સૌથી વધુ T20 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનારા ભારતીય ખેલાડી
12- શુભમન ગિલ (153 મેચ)
11- વિરાટ કોહલી (157 મેચ)
10- સુરેશ રૈના (129 મેચ)
9- અભિષેક શર્મા (139 મેચ)
9- રોહિત શર્મા (149 મેચ)
8- ઋતુરાજ ગાયકવાડ (90 મેચ)
8- યશસ્વી જયસ્વાલ (112 મેચ)
8- રવીન્દ્ર જાડેજા (134 મેચ)
8- જસપ્રીત બુમરાહ (149 મેચ)
આ ઉપરાંત ગિલ IPLના ઈતિહાસમાં ગુજરાત માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ ટાઈટલ જીતનાર ખેલાડી બની ગયો છે. આઠમી વખત ગિલે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ IPLમાં ગુજરાત માટે જીત્યો છે.
ગુજરાત ટાઈટન્સ માટે સૌથી વધુ M.O.M
8- શુભમન ગિલ (53 મેચ)
4- રાશિદ ખાન (53 મેચ)
3- મોહિત શર્મા (26 મેચ)
3- સાઈ સુદર્શન (33 મેચ)
2- મોહમ્મદ સિરાજ (8 મેચ)
2- હાર્દિક પંડ્યા (31 મેચ)
2 મોહમ્મદ શમી (33 મેચ)
2- ડેવિડ મિલર (41 મેચ)
તમને જણાવી દઈએ કે KKR સામેની મેચમાં ગિલ અને સુદર્શને પ્રથમ વિકેટ માટે 114 રનની પાર્ટનરશિપ કરી હતી. આમ કરીને બંને બેટ્સમેનોએ IPLના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગિલ અને સુદર્શન IPLના ઇતિહાસમાં સૌથી વધુ સેન્ચ્યુરી પાર્ટનરશીપ કરનારા ભારતીય બેટ્સમેન બની ગયા છે. બંનેએ અત્યાર સુધી IPLમાં 6 વખત સેન્ચ્યુરી પાર્ટનરશીપ કરીને કમાલ કર્યો છે.
IPL ઈતિહાસમાં ભારતીય જોડી દ્વારા સૌથી વધુ સેન્ચ્યુરી પાર્ટનરશીપ
6*- ગિલ અને સુધરસન (26 ઈનિંગ્સ)
5- કેએલ રાહુલ અને મયંક (33 ઈનિંગ્સ)
5- ગંભીર અને ઉથપ્પા (48 ઈનિંગ્સ)
3- ગંભીર અને ધવન (8 ઈનિંગ્સ)
3- વિરાટ કોહલી અને પડિકલ (28 ઈનિંગ્સ)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.