(જી.એન.એસ) તા. 22
તાઇપી,
તાઇવાનની ‘મેઇન લેન્ડ અફેર્સ કાઉન્સીલ’ દ્વારા લેવામાં આવેલ એક મોટા અને મહત્વના નિર્ણય વિષે જણાવતા મંત્રી ચીયુ ચુઈ ચેંગે કહ્યું હતું કે, સામ્યવાદી ચીનના સ્વાયત્ત પ્રદેશો હોંગકોંગ અને મેકાઉના નાગરિકોની લાંબા સમયના વસવાટની અરજીઓની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે તેનું કારણ ‘સલામતીનો સમયગાળો’ લંબાવવો પડે તેમ છે.
આ બાબતે તેમણે વધુમાં કહ્યું હતું કે, આ નિર્ણય લેવા પાછળનું કારણ તે છે કે, તળભૂમિ ઉપરનાં સામ્યવાદી ચીને સંભવતઃ તેના જાસૂસો તે સ્વાયત્ત પ્રદેશોમાં ઘૂસાડી દીધા હોય, તેઓ પણ મેકાઉ કે હોંગકોંગના વતનીઓ તરીકે તાઇવાનમાં ઘૂસી જઈ શકે તેમ છે. બીજી આશંકા તે પણ છે કે તેઓ તે પ્રદેશોની જનતાને તાઈવાન વિરૂદ્ધ કશું આડું-અળવું સમજાવી શકે તેમ છે.
તાઇપી જાહુ ટેકનોલોજી પાર્ક ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં ચીયુએ કહ્યું હતું કે હોંગકોંગ અને મેકાઉના વતનીઓ દ્વારા તાઇવાનમાં લાંબો સમય રોકાવા દેવાની ઉપરાંત કાયમી વસવાટ માટેની અરજીઓની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. આ રીતે તે તેની તે સ્વાયત્ત વિસ્તારોની મૂળ નીતિમાં જ ફેરફાર કરવા માગે છે.
તાઈવાનમાં કાયમી વસાહત માટે ઘણાં દેશોના નાગરિકોએ અરજીઓ કરી છે, તે અરજીઓની તો ચકાસણી થાય જ છે પરંતુ મેકાઉ અને હોંગકોંગના નાગરિકોની ખૂબ ઝીણવટભરી તપાસ કરાશે કારણ કે ચીને તે પ્રદેશોમાં તેના જાસૂસો ગોઠવી દીધા છે. જેઓ જાસૂસી કરવા સાથે તે પ્રદેશોના લોકોના બ્રેઈન વોશ પણ કરે છે તેવા સૌને ચકાસીને લેવા માટે તાઈવાને નિર્ણય કર્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.