(જી.એન.એસ) તા. 22
મોસ્કો,
અમેરિકન પ્રમુખ દ્વારા બહાર આપીને રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર શાંતિવાર્તા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.
મહત્વનું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈસ્ટરને ધ્યાને રાખી 30 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જે બાદ 20મી એપ્રિલે ફરી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. રશિયા અને યુક્રેન બંને દેશો એકબીજા પર યુદ્ધવિરામના ભંગનો આરોપ લગાવી રહ્યા છે. પુતિને જ્યારે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી ત્યારથી જ યુક્રેને આ જાહેરાતને એક નાટક ગણાવ્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા યુદ્ધવિરામ કરશે તો અમે શાંત રહીશું પણ જો હુમલો થયો હતો જવાબ જરૂર મળશે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે અગાઉ યુદ્ધવિરામની ઈચ્છા દર્શાવી હતી. ટ્રમ્પે તો બંને દેશોને વહેલામાં વહેલી તકે યુદ્ધ રોકવાનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. એવામાં રશિયાના પ્રમુખ પુતિને પણ પહેલીવાર શાંતિવાર્તાની ઈચ્છા દર્શાવી છે. ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું છે કે રહેણાંક વિસ્તારો પર હુમલો ન કરવા મુદ્દે પુતિન યુક્રેન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. મીડિયા અહેવાલો અનુસાર શાંતિવાર્તા માટે રશિયા એવી શરત રાખી રહ્યું છે કે જેટલા વિસ્તારો પર તેણે કબજો કર્યો છે તે યુક્રેને ભૂલી જવા પડશે. જોકે યુક્રેન આમ કરવા તૈયાર નથી. આટલું જ નહીં રશિયાની એવી પણ શરત છે કે યુક્રેન હંમેશા માટે એક તટસ્થ દેશ બની જાય. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને પુતિન પર ભરોસો નથી.
થોડા દિવસ અગાઉ જ અમેરિકાએ રશિયા અને યુક્રેનને અલ્ટિમેટમ આપ્યું હતું કે બંને દેશો ટૂંક સમયમાં જ શાંતિવાર્તા માટે તૈયાર થાય. જો બંને દેશો વાત નહીં કરે તો અમેરિકા મધ્યસ્થતા નહીં કરે. અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું હતું કે શાંતિવાર્તા ન કરવી હોય તો અમારી પાસે બીજા ઘણા કામ છે જેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરીશું.
તે વાત પણ ખૂબ મહત્વની છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે ઈરાન સાથે કરારને મંજૂરી આપી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન જાન્યુઆરી મહિનામાં જ રશિયાનો પ્રવાસ કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા, પરમાણુ શક્તિનો શાંતિપૂર્ણ ઉપયોગ તથા પશ્ચિમી દેશો દ્વારા લગાવાયેલા પ્રતિબંધો વિરુદ્ધ રશિયા અને ઈરાન એક થયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.